Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Viral Video : પેન્ડલ વિના ચાલે છે આ સાયકલ, જુઓ શખ્સનો ગજબ જુગાડ

11:47 PM Sep 14, 2023 | Hardik Shah

ભારતમાં લોકો જુગાડ કરીને ક્યારેક એવું કઇંક બનાવી દેતા હોય છે જેની કલ્પના પણ કરી ન શકાય. આવો જ એક જુગાડ એક શખ્સે કર્યો છે, જેને જોઇ દરેક લોકો ચોંકી ગયા છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, કેવી રીતે એક વ્યક્તિએ ભંગારની વસ્તુઓમાંથી અનોખી સાયકલ બનાવી દીધી છે. આ સાઈકલની ખાસ વાત એ છે કે તે પેન્ડલ વગર ચાલે છે.

પેન્ડ વિના ચાલે છે સાયકલ

અત્યારે તો એવું લાગે છે કે સોશિયલ મીડિયા પર એક એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે જેમાં લોકો પોતાના એન્જિનિયર મગજનો ઉપયોગ કરીને તેમાં દેશી તડકા ઉમેરીને તેને જુગાડનું રૂપ આપીને વિવિધ આવિષ્કારો કરી રહ્યા છે. લોકોને આવા વીડિયો જોવો ખૂબ ગમે છે. દેશમાં જુગાડુ લોકોની કમી નથી, આવી સ્થિતિમાં હવે એક વ્યક્તિએ પેન્ડલ વગર ચાલતી સાઇકલ બનાવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે એક વ્યક્તિને કહેતા જોશો કે તેણે આ સાયકલ કેવી રીતે તૈયાર કરી. વ્યક્તિ કહે છે કે આવી સાયકલમાં ન તો પેન્ડલ હોય છે, ન મોટર હોય છે, ન તો કોઈ એન્જિન હોય છે. પછી તે આગળ કેવી રીતે જશે? તો જુઓ અહીં મેં શું કર્યું… જંકયાર્ડમાંથી જૂની સાયકલ લીધી. તેનો આગળનો ભાગ જેવો હતો તેવો લેવામાં આવ્યો છે… આ પછી વેલ્ડીંગ દ્વારા ચોરસ માળખું બનાવવામાં આવ્યું છે.

વીડિયો પર લોકો ખૂબ કરી કોમેન્ટ

પેન્ડલ વિનાની સાયકલ બનાવનાર વ્યક્તિએ @master_ashishhh નામના તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કર્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 1.57 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. પરંતુ કોઈએ ટિપ્પણીઓમાં આ પ્રતિભાના વખાણ કર્યા નથી. એક વ્યક્તિએ લખ્યું- આ ભાઈ પાસે સમસ્યાનું સમાધાન છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું- જો દુનિયા આ વ્યક્તિની વિરુદ્ધ છે તો હું દુનિયાની સાથે છું. આ વીડિયો પર તમારું શું કહેવું છે, કોમેન્ટમાં લખીને જણાવો.

આ પણ વાંચો – ટ્રક ડ્રાઈવરનો જુગાડ તો જુઓ… ! જીવના જોખમે લઇ રહ્યો છે ઉંઘ

આ પણ વાંચો – શાળામાં બિકિની પહેરીને આવી વિદ્યાર્થીની, ટીચર ગુસ્સે થયા તો આપ્યો આ જવાબ, Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.