Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

viral video : ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય સાથે ચેડા, માતૃશક્તિ યોજનાના પેકેટમાં જીવાત

08:40 PM Feb 20, 2024 | Hiren Dave

viral video : ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યાં છે. જેમાં અરવલ્લીમાં (Aravalli) ચણાના પેકેટમાંથી જીવાત નીકળી છે. માતૃશક્તિ યોજનાના પેકેટમાં જીવાતનો વીડિયો વાયરલ (viral video) થતા લોકોને ચર્ચાનો વિષય મળ્યો છે. મેઘરજની આગણવાડીમાંથી આ પેકેટ અપાયા હતા.

 

જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો

મેઘરજ પંથકના જાગૃત નાગરિકે જીવાત હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જેમાં ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થઇ રહ્યાં નો આક્ષેપ છે. રાજ્ય સરકારની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં પેકેટ આપવામા આવે છે. અગાઉ રાજ્યના નાણામંત્રીએ મહિલા અને બાળવિકાસ વિભાગ માટે કરોડોનું બજેટ ફાળવ્યું છે જે અનુસાર સગર્ભા અને ધાત્રી માતાઓના આરોગ્ય તેમજ પોષણને સુદૃઢ કરવા સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

viral video Dhatri beneficiaries

વિનામૂલ્યે એક કિલો તુવેરદાળ, બે કિલો ચણા અને એક લીટર ખાદ્યતેલ
આહારમાં અન્ન સાથે પ્રોટીન, ફેટ તેમજ માઇક્રો-ન્યુટ્રીએન્ટ પણ ઉપલબ્ધ થાય તે માટે સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને વિનામૂલ્યે એક કિલો તુવેરદાળ, બે કિલો ચણા અને એક લીટર ખાદ્યતેલ દર મહિને આપવામાં આવશે.

આ  પણ  વાંચો  – Gujarat First Exclusive: અમારો શું અપરાધ,આ શબ્દ કચ્છના પલાસવા ગામમાં રહેતા ઘાંચી પરિવારનો છે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ