Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શું તમે વાઘ અને સિંહને ફાઈટ કરતા જોયા છે? જો ના તો જુઓ આ Video

05:08 AM Apr 17, 2023 | Vipul Pandya

જંગલનો રાજા સિંહ કહેવાય છે તે આપણને નાનપણથી કહેવામાં આવે છે. જંગલમાં સિંહની સામે પડવાની હિમ્મત કોઇ જાનવર કરી શકતું નથી. હાથી જેવા કદ્દાવર પ્રાણીઓ પણ ક્યારેય સિંહની સામે પડવાની હિમ્મત કરતા નથી. ત્યારે કહી શકાય કે સિંહ જંગલમાં એક રાજાની જેમ જ રહે છે. પરંતુ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેમા સિંહની સામે જંગલનો એક જાનવર પડવાની હિમ્મત બતાવે છે. આ જાનવર કોઇ બીજુ નથી પણ વાઘ છે.
સિંહ, ચિત્તા, દિપડો અને વાઘ જંગલમાં પોતાનું રાજ ચલાવતા જોવા મળે છે. અન્ય કોઈ પ્રાણી આ પ્રાણીઓ સાથે લડવાની હિંમત કરી શકે નહીં. પરંતુ કલ્પના કરો કે જો આ ભયાનક પ્રાણીઓ એકબીજા સાથે લડે, તો કોણ જીતશે. સામાન્ય રીતે તેમના મુકાબલાને લગતા વિડીયો જોવા મળતા નથી. પરંતુ હવે આ કડીનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં સિંહ અને વાઘ વચ્ચે ભીષણ યુદ્ધ જોવા મળી રહ્યું છે. આ નજારો જોઈને કોઈ પણ ચોંકી જાય છે. જંગલી પ્રાણીઓને લગતા આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક જ ગુફામાં સિંહ અને વાઘ સામસામે આવે છે. પછી જે થયું તેની સૌએ અપેક્ષા પણ કરી નહોતી. બંને વચ્ચે ઝઘડો શરૂ થયો અને એકબીજાની ગર્જનાથી વાતાવરણ ડરાવનું બની ગયું. 
બધાને લાગ્યું કે, સિંહ સરળતાથી વાઘને હરાવી દેશે. પરંતુ વાઘ બીજા કોઈ નિશ્ચય સાથે આવ્યો હતો, તેણે છેવટ સુધી સિંહની હાલત બગાડી નાખી. પોતે બેહોશ થઈ ગયો પણ સિંહને ક્યાંય છોડ્યો નહીં. આ વિડીયોના અંતે તમે જોશો કે વાઘ બેભાન ન થાય ત્યાં સુધી સિંહ સાથે લડતો રહે છે. સિંહ યુદ્ધ જીતી ગયો હોવા છતાં તે થાકી ગયો અને ખરાબ રીતે ડગમગવા લાગ્યો હતો. તે હવે કોઈ કામ કરવા યોગ્ય પણ રહ્યો ન હતો. આ વિડીયો થોડો જૂનો છે પરંતુ સોશિયલ મીડિયા પર ફરીથી ધ્યાન ખેંચી રહ્યો છે. તેને નેપાળ H2O નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે.