+

‘Vipul Dudhia’ Sweets : કોર્પોરેશનની બેદરકારી, માત્ર દંડ ફટકારી સંતોષ માની લીધો…!

‘Vipul Dudhia’ Sweets : અમદાવાદમાં (Ahmedabad) મિઠાઈ-ફરસાણ માટે જાણીતી એવી ‘વિપુલ દુધિયા’ સ્વીટ્સ (Vipul Dudhiya) બ્રાન્ડ સવાલોમાં ઘેરામાં આવી છે. અમદાવાદના નિકોલમાં રહેતા પરિવારે ‘વિપુલ દુધિયા’ સ્વીટ્સમાંથી ફરસાણ લીધા બાદ…

‘Vipul Dudhia’ Sweets : અમદાવાદમાં (Ahmedabad) મિઠાઈ-ફરસાણ માટે જાણીતી એવી ‘વિપુલ દુધિયા’ સ્વીટ્સ (Vipul Dudhiya) બ્રાન્ડ સવાલોમાં ઘેરામાં આવી છે. અમદાવાદના નિકોલમાં રહેતા પરિવારે ‘વિપુલ દુધિયા’ સ્વીટ્સમાંથી ફરસાણ લીધા બાદ પરિવારના સભ્યોની તબિયત બગડી હતી. આ મામલે AMC ના આરોગ્ય વિભાગે ‘વિપુલ દુધિયા’ સ્વીટ્સ બ્રાન્ડ પર કાર્યવાહીનો કોરડો વીંઝ્યો હતો. જો કે ભોગ બનેલા પટોળિયા પરિવારે કહ્યું છે કે માત્ર દંડ ફટકારવાથી કંઇ નહીં થાય…આટલી મોટી બ્રાન્ડે વાસી ફરસાણ આપીને અમારા આરોગ્ય સાથે છેતરપિંડી કરી છે અને ‘વિપુલ દુધિયા’ સ્વીટ્સને સીલ કરવી જોઇએ.

કોર્પોરેશને માત્ર દંડ ફટકારી સંતોષ માન્યો

માહિતી મુજબ, ‘વિપુલ દુધિયા’ સ્વીટ્સની બે બ્રાન્ચને પેકેજિંગ અને લેબલના નિયમના ભંગ બદલ 10-10 હજાર મળી કુલ 20 હજારનો દંડ આરોગ્ય વિભાગે ફટકારી સંતોષ માન્યો છે. નિકોલમાં રહેતા એક જાગૃત પરિવારે ‘વિપુલ દુધિયા’ સ્વીટ્સ વિરુદ્ધ એક્સપાયરી ફરસાણ આપ્યું હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. જે બાદ અમદાવાદનું આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું હતું અને કાર્યવાહી કરી ‘વિપુલ દુધિયા’ સ્વીટ્સ ને ત્યાંથી નમૂના લઈ તપાસ હાથ ધરી હતી.

એક્સપ્રાયરી ડેટનું ફરસાણ આપ્યોનો આરોપ

અમદાવાદમાં મીઠાઈ અને ફરસાણ માટે ‘વિપુલ દુધિયા’ સ્વીટ્સ ખૂબ જ જાણીતી અને પ્રતિષ્ઠિત બ્રાન્ડ છે. બ્રાન્ડ પર વિશ્વાસ રાખીને શહેરીજનો પણ ‘વિપુલ દુધિયા’ સ્વીટ્સમાંથી મોંઘા ભાવે ફરસાણ અને મિઠાઈની ખરીદી કરતા હોય છે. પરંતુ, ‘વિપુલ દુધિયા’ સ્વીટ્સ ને લઈ ચોંકાવનારી માહિતી સામે આવી છે. જણાવી દઈએ કે, નિકોલમાં રહેતા પરિવારે ‘વિપુલ દુધિયા’ સ્વીટ્સ બ્રાન્ડ સામે ગંભીર આરોપ લગાવ્યા હતા. નિકોલ (Nikol) રહેવાસી ભૂપેન્દ્રભાઇ પટોડિયા નામની વ્યક્તિએ વીડિયો બનાવી આરોપ લગાવ્યો હતો કે તેમણે ‘વિપુલ દુધિયા’ (Vipul Dudhiya) સ્વીટ્સની બ્રાન્ચમાંથી ફરસાણ ખરીદ્યું હતું, જે એક્સપ્રાયરી ડેટનું (expiry Date) હોવાથી ફરસાણ ખાધા બાદ તેમના પરિવારના સભ્યો બીમાર થયા હતા.

આટલી મોટી બ્રાન્ડ જો છેતરપિંડી કરે તો તેને સીલ કરવાની કાર્યવાહી કરવી જોઇએ

આ પરિવારે આરોપ લગાવ્યો કે તેમણે ‘વિપુલ દુધિયા’ સ્વીટ્સમાંથી સેવની ખરીદી કરી હતી પણ સેવ ખોરી નીકળી હતી અને આ પટોળિયા પરિવારની તબિયત બગડી હતી. કોર્પોરેશને માત્ર દંડ ફટકારી સંતોષ માની લીધો છે. જો કે પટોળિયા પરિવારે કહ્યું કે માત્ર દંડ ફટકારવાથી કશું થશે નહીં. આટલી મોટી બ્રાન્ડ જો છેતરપિંડી કરે તો તેને સીલ કરવાની કાર્યવાહી કરવી જોઇએ. ‘વિપુલ દુધિયા’ સ્વીટ્સે વાસી ફરસાણ આપીને અમારી સાથે છેતરપિંડી કરી અમારા આરોગ્ય સામે મોટું જોખમ ઉભુ કર્યું છે.

AMC એ રૂ. 20 હજારનો દંડ ફટકાર્યો

ભૂપેન્દ્રભાઈએ વીડિયોમાં એક્સપાયરી ડેટમાં છેડછાડ કરી હોવાનો ગંભીર આરોપ પણ લગાવ્યો હતો. ભૂપેન્દ્રભાઇએ વિપુલ દુધિયા સ્વીટ અને નમકીનની ખરીદી કરી હતી. તેમણે સ્ટ્રીકર લગાવી એક્સપાઇર થયેલ ફરસાણ આપ્યાનો દાવો કર્યો હતો. આ મામલો સામે આવતા અમદાવાદ મ્યુનિ. કૉર્પોરેશન (amc) એ કાર્યવાહી હાથ ધરી હતી. AMC ના આરોગ્ય વિભાગે ‘વિપુલ દુધિયા’ સ્વીટ્સની બે બ્રાન્ચમાં તપાસ હાથ ધરી હતી અને નમૂના લીધા હતા. આરોગ્ય વિભાગની તપાસમાં જાણ થઈ કે પેકેજિંગ અને લેબલના નિયમનો ભંગ કરવામાં આવ્યો છે. આથી AMC ના આરોગ્ય વિભાગે (Department of Health) ‘વિપુલ દુધિયા’ની બે બ્રાન્ચને નોટિસ ફટકારી રૂ. 10-10 હજાર એમ કુલ રૂ. 20 હજારનો દંડ ફટકાર્યો છે. આરોગ્ય વિભાગની આ કાર્યવાહી બાદ ‘વિપુલ દુધિયા’ સ્વીટ્સ ની બ્રાન્ચ સવાલોના ઘેરામાં આવી છે. ત્યારે નાગરિકો વચ્ચે સવાલ થઈ રહ્યા છે કે…

. શું ‘વિપુલ દુધિયા’ સ્વીટ્સ પોતાને તંત્રના નિયમોથી ઉપર ગણે છે ?

. શહેરની પ્રતિષ્ઠિત બ્રાન્ચ હોવા છતાં ‘વિપુલ દુધિયા’ સ્વીટ્સ ને શહેરીજનોનાં સ્વાસ્થ્યની કોઈ ચિંતા નથી ?

.‘વિપુલ દુધિયા’ સ્વીટ્સ ગ્રાહકોના વિશ્વાસ સાથે રમત રમે છે ?

. ‘વિપુલ દુધિયા’ સ્વીટ્સને ગ્રાહકો પ્રત્યે જવાબદારીનું ભાન નથી ?

આ પણ વાંચો—– શું તમે પણ ‘Vipul Dudhiya’ માંથી ફરસાણની ખરીદી કરો છો ? તો ચેતજો…વાંચી લો આ અહેવાલ

Whatsapp share
facebook twitter