+

સ્ટેડિયમમાં દર્શકો વચ્ચે થઇ છુટ્ટાહાથની મારામારી, Video

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ T20 રમાઇ હતી. જેમા ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ટોસ જીતી દક્ષિણ આફ્રિકાએ ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 211 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમે 19.1 ઓવરમાં 3 વિકેટે 212 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ મેચ દરમિયાન દર્શકો મોટી સંખ્à
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ T20 રમાઇ હતી. જેમા ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ટોસ જીતી દક્ષિણ આફ્રિકાએ ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 211 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમે 19.1 ઓવરમાં 3 વિકેટે 212 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ મેચ દરમિયાન દર્શકો મોટી સંખ્યામાં આવ્યા હતા. ત્યારે આ દર્શકોનો એક વિડીયો સામે આવ્યો છે જેમા તેઓ એકબીજા સાથે લડતા જોવા મળી રહ્યા છે. 

ગુરુવારે રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ભારત પર હાવી થતા જોવા મળ્યા હતા. વળી આ દરમિયાન મેચ જોવા આવેલા દર્શકો ખૂબ જ નિરાશ દેખાયા હતા. આ મેચમાં ખેલાડીઓએ તેમના શાનદાર પ્રદર્શનથી હેડલાઇન્સ બનાવી હતી, પરંતુ કેટલાક ફેન્સ આ મેચ દરમિયાન સ્ટેડિયમના ઈસ્ટ સ્ટેન્ડમાં બેઠેલા કેટલાક દર્શકો એકબીજા સાથે મારામારી કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે જોરદાર લાતો અને મુક્કાઓનો વરસાદ થયો હતો.  વીડિયોની શરૂઆતમાં જોવા મળે છે કે બે દર્શક એક છોકરાને મારે છે, પરંતુ થોડી વાર પછી વધુ બે દર્શક આવે છે અને તે જ છોકરા પર લાતો અને મુક્કાઓનો વરસાદ શરૂ કરે છે. 

આ લડાઈ પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે એક વ્યક્તિ ખૂબ જ ઉત્સાહિત હતો. તે કદાચ પહેલીવાર મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવ્યો હતો. તેણે ભારતનો મોટો ધ્વજ પણ લીધો હતો. તેના કારણે, તેઓ કદાચ વારંવાર સમસ્યાઓ અનુભવતા હતા. બોલાચાલી શરૂ થઈ અને પછી ફ્લેગમેને પાછળના સ્ટેન્ડથી વધુ લોકોને બોલાવ્યા અને લડાઈ શરૂ થઈ. મામલો વધતો જોઈ પોલીસે બચાવમાં આવીને મામલો થાળે પાડ્યો હતો. આ લડાઈનો વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 211 રન બનાવ્યા હતા અને 212 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને દક્ષિણ આફ્રિકાએ પ્રથમ T20 7 વિકેટે જીતી લીધી. મહત્વનું છે કે, વાન ડેર ડુસેને સીરીઝની શરૂઆત શાનદાર રીતે કરી હતી. જ્યાં પ્રથમ T20 મેચમાં તેના બેટએ 46 બોલમાં 75 રન બનાવ્યા હતા, આ દરમિયાન તેણે 7 ચોક્કા અને 5 ગગનચુંબી છક્કા પણ ફટકાર્યા હતા. શ્રેણીની બીજી મેચ 12 જૂને કટકમાં રમાશે.
Whatsapp share
facebook twitter