Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મોઢવાડીયાના આક્ષેપોનો વિજય રૂપાણીએ આપ્યો સણસણતો જવાબ, જાણો શું કહ્યું

07:30 AM Apr 23, 2023 | Vipul Pandya

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાની સાથે જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર ગઈ કાલે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ જમીન કૌભાંડના આક્ષેપ લગાવ્યા હતા. આરોપોને પગલે આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ પત્રકાર પરીષદ યોજી અને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાના આક્ષેપો ફગાવી દીધા છે. 
મુખ્યમંત્રી રૂપાણી એ કહ્યું કે, ગઈ કાલે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ સુરતમાં રિઝર્વ પ્લોટ અંગે મારા પર આક્ષેપો કરેલ. જનતામાં સાચી હકીકત પહોંચે તે માટે આજે પ્રેસ કોન્ફ્રન્સ કરી રહ્યો છુ. તેમની વાતને કોઈ મીડિયાએ હાઈક આપી નહિ. કારણ કે એ વાત સત્યથી વેગળી હતી. કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે. એટલા માટે જ કોંગ્રેસ ધડ માથા વગર આક્ષેપ બાજી કરે છે. કોંગ્રેસ દિલ્હી અને ગુજરાતમાં નેતા વિહોણી બની છે. પ્રજાએ નક્કી કરી લીધું છે કે ભાજપની સરકાર આવશે એટલે જ કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે. 
છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ સત્તા બહાર છે. માટે સરકારની કામ કરવાની રીત તેમને ખબર નથી અમે સાચ્ચા છીએ. અમે SUDAની કિંમતી જમીનો બચાવી છે. જેમના મૂળમાં ભ્રષ્ટાચાર છે તેમના મોઢે આ વાત શોભતી નથી. મારી લોક પ્રિયતા અને જનતા સાથેના સીધા સંબંધોથી કોંગ્રેસ અકળાઈ છે. માટે જ કોંગ્રેસ આ આક્ષેપ કરી રહી છે. 
SUDAની સ્થાપના વર્ષ 1971માં થઈ હતી અને પ્રથમ પલાણ 1986માં બહાર પાડ્યા હતા. જેમાં રિઝર્વેશનના નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા હતા.182 પ્લોટ 1986માં રિઝર્વ કરવામાં આવ્યા હતા. 2004માં રિવાઇઝ કરવામાં આવ્યા હતા. 185 રિઝર્વ પ્લોટ 2004માં કરવામાં આવ્યા હતા. 8 ઓક્ટોબર, 2020ના રોજ અમે ફરી રિવાઈઝ કરી મોકલ્યા હતા. SUDA દ્વારા 1661 હેકકટર જમીન રિઝવ કરવામાં આવી હતી. જેમાં 201 પ્લોટ રિઝર્વ કરવામાં આવ્યા હતા. રિઝર્વેશન સિવાયની જમીનને 22/2/2019માં રિઝર્વેશન વિનાની જમીન ફાઇનલ કરવામાં આવી હતી. સંપાદનની પ્રક્રિયા અને વાંધા માટે પણ અરજી કરવામાં આવી હતી. 
27 હજાર કરોડ સરકારના બચાવ્યા
કાયદા મુજબ 50 ટકા જમીન જતી હતી જે અમે TP ફાઇનલ કરીને બચાવી છે. SUDAની 50 ટકા જમીન સરકારે બચાવી છે. 27 હજાર કરોડ આપણે સરકારના બચાવ્યા છે. મારી સુરત અને અમદાવાદમાં એક પણ જમીન નથી માટે હું આ નિર્ણય લઈ શકું છું. રાજીનામા બાદ પણ મારી લોક પ્રિયતામાં વધારો થયો છે. કોંગ્રેસ મારી લોકપ્રિયતાથી ડરે છે. 2018ના નિર્ણય પછી કેમ આજે આ યાદ આવે છે. હું આજે પણ ગભરાતો નથી. 
વકીલ કહેશે તો બદનક્ષીનો દાવો કરીશ
આ પૂર્વ નિયોજિત અને ફ્રેમ વર્ક પ્રમાણેનું કાવતરું છે. નેતૃત્વ બદલવું એ કેન્દ્રીય નેતાઓનો નિર્ણય છે. ચૂંટણી લડવી કે નહીં તે પાર્ટી નક્કી કરશે. કોંગ્રેસ સિવાય ભાજપના કોઈ લોકો બદનામ કરવા માંગતા હોય તેવા મુદાને લઈને પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું ભાજપમાં કોઈ આ કામ ન કરે. અર્જુન મોઢવાડીયા મામલે મે મારા વકીલો સાથે વાત કઈ છે. વકીલો કહેશે તો બદનક્ષીનો દાવો કરીશ.