+

પતિને લાગ્યું પત્ની દરિયામાં ડૂબી ગઈ, તંત્રએ બે દિવસ સુધી કરોડોના ખર્ચે શોધી, જાણો પછી શું થયું..

સાઈપ્રિયા અને શ્રીનિવાસ સોમવારે તેમના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરવા વિશાખા પટ્ટનમના આરકે બીચ ગયા હતા. બીચ પર થોડો સમય વિતાવ્યા બાદ તેઓએ સાંજે 7.30 વાગ્યે પાછા જવાનું નક્કી કર્યું. વિશાખાપટ્ટનમના આરકે બીચ પરથી ગુમ થયેલી એક પરિણીત મહિલા, જેને શોધવા માટે સરકારને એક કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ  કર્યો છે, જો કે આ પરણિતા તે બે દિવસ પછી નેલ્લોરમાં તેના પ્રેમી સાથે ફરતી જોવા મળી હતી. તે બીચ પરà
સાઈપ્રિયા અને શ્રીનિવાસ સોમવારે તેમના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરવા વિશાખા પટ્ટનમના આરકે બીચ ગયા હતા. બીચ પર થોડો સમય વિતાવ્યા બાદ તેઓએ સાંજે 7.30 વાગ્યે પાછા જવાનું નક્કી કર્યું. વિશાખાપટ્ટનમના આરકે બીચ પરથી ગુમ થયેલી એક પરિણીત મહિલા, જેને શોધવા માટે સરકારને એક કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ  કર્યો છે, જો કે આ પરણિતા તે બે દિવસ પછી નેલ્લોરમાં તેના પ્રેમી સાથે ફરતી જોવા મળી હતી. તે બીચ પરથી અન્ય વિસ્તારમાં  ત્યાં કેવી રીતે પહોંચી તે ચર્ચાનો વિષય છે. 
સાઈપ્રિયા અને શ્રીનિવાસ સોમવારે તેમની એનીવર્સરીની ઉજવણી કરવા વિશાખાપટ્ટનમના આરકે બીચ પહોંચ્યા હતા. બીચ પર થોડો સમય વિતાવ્યા બાદ તેઓએ સાંજે 7.30 વાગ્યે પાછા ઘરે જવાનું નક્કી કર્યું. જો કે તકનો લાભ મેળવીને  પત્નીએ પોતાના પતિને પગ ધોવા જવું છું તેવું કહીને સાયપ્રિયા બીચ પરથી સમુદ્ર બાજુ ઘઇ હતી. ગઈ. તે જ સમયે પતિ શ્રીનિવાસ ફોનમાં વ્યસ્ત થઈ ગયો. થોડા સમય બાદ તેણે પાછળ ફરીને જોયું તો તેની પત્ની ક્યાંય મળી ન હતી. તેણે તરત જ આ અંગે પોલીસને જાણ કરી. આજુબાજુ શોધખોળ કરી, પણ કોઈ ફાયદો થયો નહીં. તમને જણાવી દઈએ કે ગાયબ થવાની આ ઘટના થોડી જ સેકન્ડમાં બની હતી. શ્રીનિવાસને લાગ્યું કે તેની પત્ની દરિયામાં ડૂબી ગઈ છે.
આ પછી સાઇપ્રિયા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અંધારું થયા પછી, બીજા દિવસે પણ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તપાસ કર્તા તે ક્યાંય મળી ન હતી. આ સર્ચ ઓપરેશનમાં હેલિકોપ્ટર પણ લેન્ડ કરવામાં આવ્યું હતું. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે સાઇપ્રિયા દરિયામાં વહી ગઇ હશે. 
આ કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. જાણવા મળ્યું છે કે સાયપ્રિયા તેના પ્રેમી સાથે નેલ્લોર ભાગી ગઈ હતી. પોલીસે તેને એક યુવક સાથે શોધી કાઢ્યો હતો. શ્રીનિવાસ અને સાઈ પ્રિયા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ખરાબ સંબંધો હતા. પત્ની દરિયામાં ડૂબી ગઈ એ વિચારીને શ્રીનિવાસ પણ ચોંકી ગયો.વિશાખાપટ્ટનમના ડેપ્યુટી મેયરે માહિતી આપી હતી કે સાયપ્રિયાની શોધ માટે સરકારે લગભગ 1 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ હવે મહિલાને નેલ્લોરથી વિઝાગ પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
Whatsapp share
facebook twitter