+

ત્રિપુરા વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ, આટલા ટકા થયું મતદાન, 2જી માર્ચે મતગણતરી

ત્રિપુરાની (Tripura) 60 સભ્યોની વિધાનસભા માટે ગુરુવારે 16 ફેબ્રુઆરીના રોજ કડક સુરક્ષા વચ્ચે મતદાન (Votting) થયું હતું. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. રાજ્યમાં 3,337 મતદાન મથકો પર મતદાન થયું હતું. ત્રિપુરા ચૂંટણીમાં કુલ 259 ઉમેદવારો મેદાનમાં હતા. 1100 મતદાન મથકોને સંવેદનશીલ અને 28ને અતિસંવેદનશીલ તરીકે ઓળખવામાં આવ્યા હતા. મહિલા મતદાન કર્મચારીઓએ 97 મતદાન મથકોનું સંચાલન કર્યું હતું.મતદાનત્રિપુરા àª
ત્રિપુરાની (Tripura) 60 સભ્યોની વિધાનસભા માટે ગુરુવારે 16 ફેબ્રુઆરીના રોજ કડક સુરક્ષા વચ્ચે મતદાન (Votting) થયું હતું. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. રાજ્યમાં 3,337 મતદાન મથકો પર મતદાન થયું હતું. ત્રિપુરા ચૂંટણીમાં કુલ 259 ઉમેદવારો મેદાનમાં હતા. 1100 મતદાન મથકોને સંવેદનશીલ અને 28ને અતિસંવેદનશીલ તરીકે ઓળખવામાં આવ્યા હતા. મહિલા મતદાન કર્મચારીઓએ 97 મતદાન મથકોનું સંચાલન કર્યું હતું.
મતદાન
ત્રિપુરા વિધાનસભા ચૂંટણી (Tripura Assembly Elections) માટે મતદાન પૂર્ણ થઈ ચુક્યું છે. ચૂંટણીપંચ અનુસાર રાજ્યમાં 81.1% લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. રાજ્યમાં સૌથી વધારે ધલાઈ જિલ્લામાં 81.47% મતદાન થયું છે તો સૌથી ઓછું ઉનાકોટી જિલ્લામાં 71.92% મતદાન થયું છે.
સુરક્ષા
ત્રિપુરા વિધાનસભાની ચૂંટણી માટે 4 વાગ્યા સુધીમાં 81% મતદાન થયું. રાજ્યમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કરાવવા  માટે 31 હજાર મતદાન કર્મીઓ અને કેન્દ્રીય દળોના 25 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરાયા હતા આ સિવાય કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે રાજ્ય સશસ્ત્ર પોલીસ અને રાજ્ય પોલીસના 31 હજાર કર્મીઓ તૈનાત  હતા.
સુવિધા
મતદાન દરમિયાન, શારીરિક રીતે અશક્ત અને વૃદ્ધ મતદારો માટે ખાસ પગલાં લેવામાં આવ્યા હતા જેથી તેઓને મતદાન મથકો પર કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે. ત્રિપુરા વિધાનસભા ચૂંટણી-2023માં ટ્રાન્સજેન્ડર મતદારોએ પણ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું.
ભાજપની જીતનો વિશ્વાસ
ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ અગરતલામાં મતદાન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે શાંતિપૂર્ણ મતદાન ઈચ્છીએ છીએ. લોકો મને પૂછે છે કે મારી સામે પડકાર શું છે? પડકાર એ છે કે પ્રતિસ્પર્ધીઓ (કોંગ્રેસ-ડાબેરીઓ) જેઓ અપવિત્ર ગઠબંધનમાં ભેગા થયા છે તેઓએ શાંતિ જાળવી રાખવી જોઈએ. તેમને વિશ્વાસ છે કે અહીં ભાજપ ચોક્કસપણે સરકાર બનાવશે.
આરોપ
ત્રિપુરાના પૂર્વ સીએમ માણિક સરકારે અગરતલામાં મતદાન કર્યું. આ દરમિયાન, તેમણે ભાજપ પર ડાબેરી પક્ષોના પોલિંગ એજન્ટો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો, અને દાવો કર્યો કે તેમને ધાનપુરમાં મતદાન કેન્દ્રની બહાર કાઢી મુકવામાં આવ્યા હતા. તેમણે ગોમતી જિલ્લાના ઉદયપુરમાં પણ હિંસાનો આરોપ લગાવ્યો હતો.
ઘર્ષણ
દક્ષિણ ત્રિપુરામાં કાલાચેરા મતદાન મથકની બહાર CPI સમર્થકને માર મારવાના સમાચાર પણ સામે આવ્યા છે. પોલીસ અધિક્ષકે જણાવ્યું કે પોલીસ અધિકારીઓ સમર્થકને હોસ્પિટલ લઈ ગયા છે. ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

આચારસંહિતાનો ભંગ
ત્રિપુરાના મુખ્ય ચૂંટણી અધિકારીએ ગુરુવારે પૂર્વોત્તર રાજ્યમાં મતદાન દરમિયાન ટ્વિટર પર મત માંગવા બદલ કોંગ્રેસ અને ભાજપના રાજ્ય એકમો તેમજ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ દિલીપ સૈકિયાને નોટિસ પાઠવી હતી. ચૂંટણી પંચે કહ્યું કે આ ટ્વીટ્સ ચૂંટણી કાયદાનું ઉલ્લંઘન છે કારણ કે આ ટ્વિટ્સ મંગળવારે સાંજે શરૂ થયેલા 48 કલાકના પ્રચાર પ્રતિબંધ સમયગાળા દરમિયાન કરવામાં આવી હતી. નિયમો અનુસાર, ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા પછી છેલ્લા 48 કલાકમાં કોઈપણ ચૂંટણી સામગ્રીનું પ્રસારણ કરી શકાતું નથી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter