+

વંદે ભારત એક્સપ્રેસ પર અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો, ટ્રેનની બારીઓના તોડ્યા કાચ

વંદે ભારત એક્સપ્રેસ શરૂ થઇ ત્યારથી જ ચર્ચામાં રહી છે. વળી આ ટ્રેનને લઇને હવે એક સમાચાર મળી રહ્યા છે કે, બેંગલુરુમાં, કેટલાક લોકોએ હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કર્યો, જેના કારણે ટ્રેનની બારીઓને નુકસાન થયું છે. આ અંગે પશ્ચિમ રેલવે દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. ટ્રેન કર્ણાટકના મૈસૂરથી તમિલનાડુની રાજધાની ચેન્નાઈ જઈ રહી હતી. રેલવેએ પોતાના નિવેદનમાં કà
વંદે ભારત એક્સપ્રેસ શરૂ થઇ ત્યારથી જ ચર્ચામાં રહી છે. વળી આ ટ્રેનને લઇને હવે એક સમાચાર મળી રહ્યા છે કે, બેંગલુરુમાં, કેટલાક લોકોએ હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કર્યો, જેના કારણે ટ્રેનની બારીઓને નુકસાન થયું છે. આ અંગે પશ્ચિમ રેલવે દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. ટ્રેન કર્ણાટકના મૈસૂરથી તમિલનાડુની રાજધાની ચેન્નાઈ જઈ રહી હતી. રેલવેએ પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી અને આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે.’
મૈસુર-ચેન્નઈ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો
બેંગલુરુમાં કેટલાક બદમાશોએ હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કર્યો હતો. આ હુમલાના કારણે ટ્રેનની બારીઓ ક્ષતિગ્રસ્ત થઇ છે. આ ઘટના કૃષ્ણરાજપુરમ અને બેંગલુરુ કેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશન વચ્ચે બની હતી. હુમલામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. આ સંદર્ભમાં DMRCના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “કેટલાક તોફાની તત્વોએ ટ્રેન નંબર 20608 મૈસુર-ચેન્નઈ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કર્યો છે. જેના કારણે ટ્રેનના એક ડબ્બાની બે બારીઓ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. આ ઘટના આજે કૃષ્ણરાજપુરમ અને બેંગલુરુ કેન્ટોનમેન્ટ રેલ્વે સ્ટેશન વચ્ચે બની હતી. તાજેતરમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ સામે આવી છે. રેલ્વે પ્રોટેક્શન ફોર્સે દક્ષિણ પશ્ચિમ રેલવેના બેંગલુરુ ડિવિઝનમાં જાન્યુઆરીમાં ટ્રેનો પર પથ્થરમારાના 21 અને ફેબ્રુઆરીમાં 13 કેસ નોંધ્યા છે.

વિવિધ રાજ્યોમાંથી પથ્થરમારાની માહિતી
બંગાળ, આંધ્રપ્રદેશ, બિહાર અને કર્ણાટક સહિત અન્ય રાજ્યોમાંથી ટ્રેન પર પથ્થરમારાના અહેવાલો આવ્યા છે. આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં તેલંગાણાના મહબૂબાબાદમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની ઘટના બની હતી. અહીં બદમાશોએ ટ્રેન પર પથ્થરમારો કરીને બારીના કાચને નુકસાન પહોંચાડ્યું હતું. જોકે, દક્ષિણ મધ્ય રેલવે આ મામલે તપાસ કરી રહી છે. સીપીઆરઓ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પથ્થરમારામાં ટ્રેનના કાચને નજીવા નુકસાનના અહેવાલોને પગલે રેલ્વે પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાના 34 કેસ
જણાવી દઈએ કે વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની ઘણી ઘટનાઓ સામે આવી છે. રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ જાન્યુઆરી 2023માં પથ્થરમારાના 21 અને ફેબ્રુઆરી 2023માં દક્ષિણ પશ્ચિમ રેલવેના બેંગલુરુ ડિવિઝનમાં 13 કેસ નોંધ્યા છે. દેશના અન્ય ભાગોમાંથી પણ આવી જ ઘટનાઓ નોંધાઈ છે. પશ્ચિમ બંગાળમાં પણ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાના મામલા સામે આવ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter