+

ઉદ્ધવ ઠાકરેનું ચૂંટણી ચિન્હ છીનવાયું તો શરદ ઠાકરેએ આપી આ સલાહ

શિવસેનાના નામ અને ચિહ્ન પર કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્ણય સામે ઉદ્ધવ ઠાકરેએ સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે. દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે ઉદ્ધવ ઠાકરેને ચૂંટણી પંચના નિર્ણયને સ્વીકારવાની સલાહ આપી છે. પવારે તેનું કારણ પણ જણાવ્યું છે.પવારે કહ્યું નવું ચિન્હ સ્વીકારી લેશે લોકો પવારે કહ્યું કે આ ચૂંટણી પંચનો નિર્ણય છે
શિવસેનાના નામ અને ચિહ્ન પર કેન્દ્રીય ચૂંટણી પંચના નિર્ણય સામે ઉદ્ધવ ઠાકરેએ સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે. દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે ઉદ્ધવ ઠાકરેને ચૂંટણી પંચના નિર્ણયને સ્વીકારવાની સલાહ આપી છે. પવારે તેનું કારણ પણ જણાવ્યું છે.
પવારે કહ્યું નવું ચિન્હ સ્વીકારી લેશે લોકો 
પવારે કહ્યું કે આ ચૂંટણી પંચનો નિર્ણય છે. એકવાર નિર્ણય લેવામાં આવે તે પછી તેના પર ચર્ચા થઈ શકે નહીં. તેને સ્વીકારો અને નવુ પાર્ટી ચિન્હ મેળવો. લોકો નવા ચિહ્નને સ્વીકારશે તેથી તેની વધુ અસર નહીં થાય. 
ઈન્દિરા ગાંધી સમક્ષ પણ આ સ્થિતિ આવી હતી 
એનસીપીના નેતાએ ઈન્દિરા ગાંધીના સમયમાં કોંગ્રેસમાં થયેલા ભંગાણનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું મને યાદ છે ઈન્દિરા ગાંધીને પણ આવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે બે બળદની જોડી કોંગ્રેસનું પ્રતીક હતી, બાદમાં તેની પાસેથી તે છીનવી લેવામાં આવ્યું હતું અને ‘ પંજો’ ચૂંટણી ચિન્હ  તરીકે કોંગ્રેસને મળ્યો, જેને લોકોએ સ્વીકારી લીધો.એ જ રીતે,લોકો નવા ચીન્હને સ્વીકારી લેશે .
ચૂંટણી પંચે શિંદે જૂથને પ્રતીક આપ્યું
ઉદ્ધવ ઠાકરેને ઝાટકો આપતા કેન્દ્રીય ચૂંટણી પંચે શુક્રવારે શિવસેનાનું નામ અને તેના ચૂંટણી પ્રતીક ‘ધનુષ અને તીર’ એકનાથ શિંદે જૂથને આપવાનો નિર્ણય કર્યો. ચૂંટણી પંચના નિર્ણયને શિંદે જૂથે આવકાર્યો હતો. બીજી તરફ  ઉદ્ધવ ઠાકરેએ આ નિર્ણયની ટીકા કરી અને કહ્યું કે તેઓ તેની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જશે.

પ્રકાશ આંબેડકરે આ વાત કહી હતી
ઉદ્ધવ ઠાકરેના આ પગલાને વંચિત બહુજન અઘાડીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ સાંસદ પ્રકાશ આંબેડકરે સમર્થન આપ્યું છે. પ્રકાશ આંબેડકરે કહ્યું કે ચૂંટણી પંચના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જવાનો ઉદ્ધવ ઠાકરેનો નિર્ણય યોગ્ય છે.તેમણે કહ્યું કે મૂળભૂત રીતે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ચૂંટણી પંચને પક્ષના આંતરિક વિવાદો પર નિર્ણય લેવાનો અધિકાર છે. કોઈપણ રીતે ચૂંટણી યોજવી એ ચૂંટણી પંચનું કામ છે. રાજકીય પક્ષો વચ્ચેના વિવાદોનો નિર્ણય કરવાનું ચૂંટણી પંચનું કામ નથી. જો ઉદ્ધવજી આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જશે તો તેમને ચોક્કસ ન્યાય મળશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter