+

સિદ્ધૂ મૂસેવાલા મર્ડર કેસમાં જેલમાં બંધ આરોપીઓ વચ્ચે ગેંગવોર, 2ના મોત

પંજાબી ગાયક (Punjabi Singer) સિદ્ધુ મૂસેવાલા (Sidhu Moosewala) હત્યા કેસમાં જેલમાં બંધ આરોપીઓ વચ્ચે ગેંગવોર સામે આવ્યું છે. જેમાં બે ગેંગસ્ટર માર્યા ગયા હતા, જ્યારે એક ઘાયલ થયો હતો. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે રવિવારે બપોરે લગભગ 3 વાગ્યે તારનના ગોઇંદવાલની સેન્ટ્રલ જેલમાં બંધ આરોપીઓ વચ્ચે ગેંગવોર થયું. આ દરમિયાન ઘણા આરોપીઓને ગંભીર ઈજાઓ થઈ હતી, જેમાંથી સિદà«
પંજાબી ગાયક (Punjabi Singer) સિદ્ધુ મૂસેવાલા (Sidhu Moosewala) હત્યા કેસમાં જેલમાં બંધ આરોપીઓ વચ્ચે ગેંગવોર સામે આવ્યું છે. જેમાં બે ગેંગસ્ટર માર્યા ગયા હતા, જ્યારે એક ઘાયલ થયો હતો. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે રવિવારે બપોરે લગભગ 3 વાગ્યે તારનના ગોઇંદવાલની સેન્ટ્રલ જેલમાં બંધ આરોપીઓ વચ્ચે ગેંગવોર થયું. આ દરમિયાન ઘણા આરોપીઓને ગંભીર ઈજાઓ થઈ હતી, જેમાંથી સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસના (Moosewala Murder Case) આરોપી બે ગેંગસ્ટરનું મોત થયું હતું.
કેદીઓ વચ્ચે ઘર્ષણ
માહિતી આપતા DSP જસપાલ સિંહ ધિલ્લોને કહ્યું કે, પંજાબ ગોઇંદવાલ સાહિબ જેલમાં બદમાશો વચ્ચે લડાઈ થઈ હતી, જેમાં રૈયા નિવાસી દુરાન મનદીપ સિંહ તુફાન અને બુધલાડા નિવાસી મનમોહન સિંહ મોહનાનું મોત થયું હતું. ભટિંડાના રહેવાસી કેશવને તરનતારનની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઈજાગ્રસ્ત આરોપીને હોસ્પિટલમાં રિફર કરાયો
ગેંગવોર બાદ ઘાયલોને ચુસ્ત સુરક્ષા હેઠળ તરનતારનની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. મેડિકલ ઓફિસર ડૉ. જગજીત સિંહે જણાવ્યું કે, જેલમાંથી લાવવામાં આવેલા ત્રણ ઘાયલોમાંથી બેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. જ્યારે ત્રીજાની હાલત ગંભીર હોવાથી ભારે સુરક્ષા વચ્ચે તેને અમૃતસરની ગુરુ નાનક દેવ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.
સિદ્ધુ મુસ્સેવાલા હત્યા કેસના ગેંગસ્ટર
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 29 મેના રોજ પંજાબના માનસા જિલ્લાના જવાહરકે ગામ પાસે સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારાડીએ આ હત્યાકાંડની જવાબદારી લીધી હતી. ગોલ્ડી બરડી તિહાર જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની નજીકનો છે. તેણે તેના મિત્ર વિકી મિદુખેડાના મોતનો બદલો લેવા માટે આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. મિદુખેડાની 2021માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લોરેન્સ ગેંગનું માનવું હતું કે સિદ્ધુ મુસેવાલાએ વિકી મિદુખેડાના હત્યારાઓને આશ્રય આપ્યો હતો.
અનેક સવાલો
જણાવી દઈએ ગાયક સિદ્ધૂ મુસેવાલા હત્યાકાંડના આરોપીઓને જેલમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યા હોવા છતાં ગેંગસ્ટરોની હત્યા થઈ જવી સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કરે છે. આરોપીઓએ લોખડના સળિયાનો ઉપયોગ કર્યો છે. SSPએ જણાવ્યું કે આ મામલે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter