+

કોરોનાના ભયથી દિકરા સાથે 3 વર્ષ સુધી ઘરમાં કેદ રહી મહિલા, પોલીસ પણ સ્તબ્ધ

ભારતમાં કોરોના સંક્રમણની ગતિ ઘટી રહી છે. એક સમયે કોરોનાના ભય તળે આખો દેશ ઘરમાં પુરાઈ ગયો હતો. દેશમાં ઘટી રહેલા કોરોનાના ભય વચ્ચે હરિયાણાના ગુરૂગ્રામથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.  ગુરૂગ્રામમાં રહેતી આ મહિલાએ કોરોનાની પહેલી લહેરથી લઈ અત્યાર સુધીમાં પોતાના 7 વર્ષીય દિકરા સાથે ઘરમાં કેદ થઈ હતી જેને ત્રણ વર્ષ બાદ પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે રેસક્યૂ કરી બહાર કાઢી. હવે તેનો દિકર
ભારતમાં કોરોના સંક્રમણની ગતિ ઘટી રહી છે. એક સમયે કોરોનાના ભય તળે આખો દેશ ઘરમાં પુરાઈ ગયો હતો. દેશમાં ઘટી રહેલા કોરોનાના ભય વચ્ચે હરિયાણાના ગુરૂગ્રામથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.  ગુરૂગ્રામમાં રહેતી આ મહિલાએ કોરોનાની પહેલી લહેરથી લઈ અત્યાર સુધીમાં પોતાના 7 વર્ષીય દિકરા સાથે ઘરમાં કેદ થઈ હતી જેને ત્રણ વર્ષ બાદ પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે રેસક્યૂ કરી બહાર કાઢી. હવે તેનો દિકરો દસ વર્ષનો થઈ ચુક્યો છે ત્યારે સવાલ એ થાય કે આ મહિલાએ આખરે 3 વર્ષ સુધી ઘરમાં કેદ રહીને સર્વાઈવ કેવી રીતે કર્યું?
પતિ માટે પણ No Entry
ગુરૂગ્રામની મારૂતિ વિહાર કોલોનીમાં રહેતી 35 વર્ષીય મહિલાએ પોતાના 7 વર્ષીય દિકરા સાથે ઘરમાં પુરાઈ ગઈ હતી. તેને લાગી રહ્યું હતું કે બહાર નિકળી જવાથી તેને અને તેના દિકરાને કોરોના સંક્રમણ લાગી જશે. મહિલાના મનમાં એ હદે ડર પેસી ગયો હતો કે નોકરી જનારા તેના પતિને પણ તે ઘરમાં આવવા દેતી નહોતી.
પતિએ નજીકમાં રૂમ ભાડે રાખ્યો
વર્ષ 2020થી નોકરીએ જનારો તેનો પતિ મજબૂરીમાં અનેક મહિનાઓ મિત્રોના ઘરમાં વિતાવ્યા અને બામાં ચક્કરપુર વિસ્તારમાં તેના ઘરની નજીક એક રૂમ ભાડે રાખીને રહેવા લાગ્યો. તે પત્નિ અને પુત્ર સાથે હંમેશા વીડિયો કોલથી વાતચીત કરતો અને પગાર આવે ત્યારે દર મહિને તેની પત્નિના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દેતો.
કેવી રીતે જીવનનિર્વાહ કરતી?
ઘરમાં કેદ મહિલા શાકભાજી, દુધ જેવી જીવન જરૂરી વસ્તુઓ ઓનલાઈન મંગાવવા લાગી. ડિલિવરી બોય ગેટ પર જ પાર્સલ મુકીને ચાલ્યો જતો તો ઘણીવાર પતિ પણ સામાન લાવીને ગેટ પર વસ્તુ મુકી જતો બાદમાં મહિલા માસ્ક લગાવીને તે વસ્તુઓ લઈ લેતી અને સેનેટાઈઝ કરીને ઉપયોગમાં લેતી. કચરો નાખવા બહાર ના જવું પડે તે માટે તેણીએ ઘરમાં જ કચરાનો ઢગ કર્યો.
મહિલા માનતી હતી કે ગેસ સિલિન્ડર આપવા આવતા ડિલિવરી બોયથી તેને કોરોના થઈ શકે છે આથી તે ગેસ સિલિન્ડર પણ મંગવાતી નહોતી અને સિલિન્ડર ખાલી થતા બાદ ઈન્ડક્શન સ્ટવ પર છેલ્લા 3 વર્ષથી જમવાનું બનાવતી હતી. તેણી તેના દિકરાને પણ ઘરની બહાર નિકળવા દેતી નહોતી. તેને ઓનલાઈન ભણાવતી હતી.
મનાવવાના અનેક પ્રયાસો
પતિએ તેની પત્નિને મનાવવાના પ્રયાસો કર્યાં પણ તેણી માની નહી. મહિલાનું કહેતી હતી કે તેના દિકરાને કોરોના વેક્સિન મળી જાય ત્યારે જ તે ઘરની બહાર નિકળશે. પણ હજુ સુધી 10 વર્ષના બાળકોને વેક્સિન લગાવવાનું શરૂ થયું નથી. પતિએ તેના સસરા એટલે કે મહિલાના પિતાને આ વાત કરી તેમણે પોતાની દિકરીને મનાવવાના પ્રયાસો કર્યાં પણ તેમ છતાં તે ના માની.
પોલીસની મદદ, પોલીસ પણ ચોંકી
અંતે પતિએ કંટાળીને 17 ફેબ્રુઆરીના રોજ ચક્કરપુર પોલીસમાં ફરજ બજાવતા એએસઆઈ પ્રવિણ કુમાર પાસે મદદ માંગી હતી. આ વિચિત્ર કેસ સાંભળીને પોલીસ ખુદ સ્તબ્ધ બની હતી અને ફરીયાદી પતિની વાતને માનવાનો ઈનકાર કર્યો પણ જ્યારે પતિએ વીડિયો કોલના માધ્યમથી વાત કરાવી ત્યારે વિશ્વાસ થયો.
આવી રીતે બહાર કાઢી
પોલીસના જણાવ્યા અનુસાર, આરોગ્ય વિભાગ અને કાઉન્સેલિંગ સંસ્થા સકૂનની સાથે પોલીસની ટીમ મંગળવારે મોડી સાંજે મારુતિ વિહાર સોસાયટી પહોંચી, પરંતુ મુનમુને દરવાજો ખોલ્યો નહીં. આ પછી પોલીસે મહિલાને કહ્યું કે, તેમને તેની પૂછપરછ કરવી છે, તે ચકરપુર પોલીસ ચોકી આવે. બીજા દિવસે મંગળવારે સવારે 9 વાગે મહિલા એકલી ચોકી પર પહોંચી હતી. પુત્રને તે ફ્લેટમાં જ રાખ્યો હતો. આરોગ્ય વિભાગ અને સકૂન સંસ્થાના સમજાવટથી મુનમુન સિવિલ હોસ્પિટલમાં આવીને પોતાની તપાસ કરાવવા તૈયાર થઈ ગઈ હતી પણ તેના પુત્રની તપાસ કરાવવા માટે તૈયાર નહોતી. બાદમાં  મહિલા પતિ અને પોલીસ સાથેની ટીમ મારુતિ વિહાર સ્થિત ઘરે પહોંચી. ઘરનું તાળું તોડીને પુત્રને બહાર કાઢવામાં આવ્યો હતો. ઘરની અંદર માત્ર કચરો હતો. ચિપ્સ, ફ્રુટી, બિસ્કીટ વગેરેના પેકેટના ઢગલા હતા. ઘરની હાલત જોઈને પતિ ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter