+

કૂનોમાં વિસ્તરશે ચિત્તાનું કુળ, દક્ષિણ આફ્રિકાથી વધુ 12 ચિત્તાઓ લવાયા, કુલ સંખ્યા આટલી થઈ

દક્ષિણ આફ્રિકાથી (South Africa) લાવવામાં આવેલા 12 ચિત્તા શનિવારે મધ્યપ્રદેશના (Madhyapradesh) કુનો નેશનલ પાર્ક પહોંચ્યા હતા. આ ચિત્તાઓને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivrajsingh Chauhan) , કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર સિંહ યાદવ (Bhupendrasinh Yadav) અને નરેન્દ્ર સિંહ તોમરની હાજરીમાં વાડામાં છોડવામાં આવ્યા હતા. ચિત્તાઓ અહીં પહોંચતા જ વિજળીક ગતીથી દોડવા લાગ્યા હતા અને થોડે દૂર ગયા તેઓ કુલુહલ સાથે અહીં-તહીં જોવા લાગ્યા હતà
દક્ષિણ આફ્રિકાથી (South Africa) લાવવામાં આવેલા 12 ચિત્તા શનિવારે મધ્યપ્રદેશના (Madhyapradesh) કુનો નેશનલ પાર્ક પહોંચ્યા હતા. આ ચિત્તાઓને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (Shivrajsingh Chauhan) , કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર સિંહ યાદવ (Bhupendrasinh Yadav) અને નરેન્દ્ર સિંહ તોમરની હાજરીમાં વાડામાં છોડવામાં આવ્યા હતા. ચિત્તાઓ અહીં પહોંચતા જ વિજળીક ગતીથી દોડવા લાગ્યા હતા અને થોડે દૂર ગયા તેઓ કુલુહલ સાથે અહીં-તહીં જોવા લાગ્યા હતા.
કુલ સંખ્યા 20 થઈ
કુનોમાં આવેલા 12 ચિતાઓમાંથી 7 નર અને 5 માદા છે. હવે કુનોમાં ચિત્તાઓની કુલ સંખ્યા 20 થઈ ગઈ છે. જેમાંથી 10 પુરૂષ અને 10 મહિલા છે. અગાઉ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નામિબિયાથી 8 ચિત્તા લાવવામાં આવ્યા હતા. જેમાં 5 મહિલા અને 3 પુરૂષ હતા. શનિવારે સવારે દક્ષિણ આફ્રિકાથી ચિત્તાઓને લઈને એક વિશેષ વિમાન ગ્વાલિયર એરબેઝ પર પહોંચ્યું હતું. અહીંથી તેમને આર્મીના 4 હેલિકોપ્ટર દ્વારા કુનો નેશનલ પાર્ક લઈ જવામાં આવ્યા હતા.

મહાશિવરાત્રી પર ભેટ
ચિત્તાઓને છોડ્યા બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, અમે પ્રવાસીઓની સુવિધા માટે કુનોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરી રહ્યા છીએ. અહીં રહેવા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે, અમને પરવાનગી મળતાં જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સરકારે ચિતા પ્રોજેક્ટ બનાવ્યો છે. તે અંતર્ગત અમે તમામ વ્યવસ્થા કરી રહ્યા છીએ.
તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશને મહાશિવરાત્રી પર ભેટ મળી છે. હું પીએમ મોદીનો આભાર માનું છું, આ તેમનું વિઝન છે. 12 ચિત્તાઓનું કુનોમાં પુનર્વસન કરવામાં આવશે અને કુલ સંખ્યા 20 થશે. અગાઉ જે ચિત્તા આવ્યા હતા તે હવે પરિસ્થિતિને સારી રીતે સ્વીકારી ચૂક્યા છે.
વ્યવસ્થા
12 ચિત્તાઓને ક્વોરેન્ટાઇન વાડા રાખવા માટે 10 ક્વોરેન્ટાઇન વાડા તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી 8 નવા અને 2 જૂના છે. આ ઉપરાંત બે આઈસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યા છે. તમામ ક્વોરેન્ટાઇન વાડામાં છાંયડા માટે શેડ બનાવવામાં આવ્યા છે. દીપડાઓ માટે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હેલિકોપ્ટરમાંથી નીચે ઉતાર્યા બાદ તમામ 12 ચિત્તાઓને ક્વોરેન્ટાઈન બોમમાં લાવવામાં આવ્યા હતા. હેલિપેડથી ક્વોરેન્ટાઇન બોમનું અંતર લગભગ એક કિમી છે.
70 વર્ષ બાદ ચિત્તા જોવા મળશે
મધ્યપ્રદેસના કૂનો પાલપુર સેંન્ચ્યુરીમાં 17 સપ્ટેમ્બરે નામિબિયાથી 8 ચિત્તા લાવવામાં આવશે આ મેગા ઈવેન્ટ પર દેશ અને દુનિયાની નજર છે કારણ કે આ રીતનું ચિત્તાનું પહેલું સ્થળાંતર છે ભલે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ભારતમાં 70 વર્ષ બાદ ચિત્તા જોવા મળશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter