આવતીકાલે ભારત અને વિશ્વ એક ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનવા જઈ રહ્યું છે. ભગવાન શ્રી રામ પોતાની નગરી અયોધ્યામાં બિરાજમાન થવા માટે તૈયાર છે. સનાતની રામ ભક્તો ભગવાન રામના ભજન અને કીર્તન કરીને ભગવાનનું સ્વાગત કરવા માટે તત્પર છે. અયોધ્યા નગરીને દિવાળી કરતાં પણ ભવ્ય રીતે સજાવવામાં આવી છે. આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઘણા VVIP લોકો આવવાના છે, માટે સમગ્ર અયોધ્યામાં સિક્યોરિટીના પણ કડક પગલાં લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો — Cyber Crime : પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન સાવચેત રહો… એક લિંકથી ફોન થશે હેક, સરકારે જારી ચેતવણી…