+

જમ્મુ-કાશ્મીરમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો, રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા નોંધાઈ

જમ્મુ કાશ્મીરમાં ભૂકંપનો આંચકો અનુભવાયોરિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા નોંધાઈકટરાથી 97 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુઆજે એક એવો સમય છે કે, હર રોજ સવારે ઉઠતા જ આપણને દુનિયામાં કોઇને કોઇ જગ્યાએ ભૂકંપ આવ્યો હોવાના સમાચાર મળતા રહે છે. તાજેતરમાં જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ (Earthquake) ની તીવ્રતા રિક્ટર સ્કેલ (Richter Scale) પર 3.6 માપવામાં આવી હતી. ભૂકંપ જમ્મુ-કાશ્મીરના કટàª
  • જમ્મુ કાશ્મીરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો
  • રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા નોંધાઈ
  • કટરાથી 97 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ
આજે એક એવો સમય છે કે, હર રોજ સવારે ઉઠતા જ આપણને દુનિયામાં કોઇને કોઇ જગ્યાએ ભૂકંપ આવ્યો હોવાના સમાચાર મળતા રહે છે. તાજેતરમાં જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) માં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપ (Earthquake) ની તીવ્રતા રિક્ટર સ્કેલ (Richter Scale) પર 3.6 માપવામાં આવી હતી. ભૂકંપ જમ્મુ-કાશ્મીરના કટરાથી 97 કિમી પૂર્વમાં આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આજે સવારે 5:15 કલાકે આંચકો આવ્યો હતો. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના હાલ કોઈ સમાચાર નથી. તેમજ કોઈ જાનહાનિના સમાચાર નથી.
10 કિમીની ઊંડાઈએ ભૂકંપના આંચકા અનુભવાયા
જમ્મુ-કાશ્મીરમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી મુજબ કટરામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા કહેવામાં આવ્યું છે કે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 નોંધવામાં આવી છે. કટરાથી 97 કિમી પૂર્વમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જોકે, અત્યાર સુધી આ ભૂકંપના આંચકાથી કોઈ નુકસાનના સમાચાર નથી. સવારે 5.01 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 10 કિમીની ઊંડાઈએ ભૂકંપના આંચકા અનુભવાયા છે.

ભૂકંપ આવે તો શું કરવું?
– જો તમે ધરતીકંપ પછી ઘરે હોવ તો, જમીન પર બેસવાનો પ્રયાસ કરો.
– અથવા જો તમારા ઘરમાં ટેબલ અથવા ફર્નિચર હોય તો તમારે તેની નીચે બેસીને તમારા હાથથી માથું ઢાંકવું જોઈએ.
– ભૂકંપ દરમિયાન ઘરની અંદર જ રહો અને આંચકા બંધ થાય પછી જ બહાર નીકળો.
– ભૂકંપ દરમિયાન, ઘરની તમામ પાવર સ્વીચ બંધ કરો.
ભૂકંપ આવે ત્યારે શું ન કરવું?
– ભૂકંપ વખતે ભૂલથી પણ લિફ્ટનો ઉપયોગ ન કરો.
– જો ધરતીકંપ આવે ત્યારે તમે ઘરે હોવ તો દરવાજા, બારીઓ અને દિવાલોથી દૂર રહો.
– જો તમે ભૂકંપ વખતે ઘરમાં હોવ તો બહાર ન જશો. તમે જ્યાં છો ત્યાં તમારી જાતને બચાવવાનો પ્રયાસ કરો.
– જો તમે ભૂકંપ દરમિયાન ઘરની બહાર નીકળો છો, તો પછી ઊંચી ઇમારતો અને ઇલેક્ટ્રિક થાંભલાઓથી દૂર રહેવાનો પ્રયાસ કરો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter