+

મહિલા IPS-IAS અધિકારીઓની લડાઈ હવે સોશિયલ મીડિયા દ્વારા કોર્ટ પહોંચી, જાણો સમગ્ર મામલો

કર્ણાટક (Karnataka)માં બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ વચ્ચે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ટક્કર આખરે કોર્ટમાં પહોંચી ગઈ છે. IAS અધિકારી રોહિણી સિંધુરી (Ias Rohini Sindhuri )એ IPS અધિકારી રૂપા ડી (Ips D Roopa Moudgil) સહિત 60 પ્રતિવાદીઓ સામે કેસ દાખલ કર્યો છે. સિંધુરી વતી આ દાવો 21 ફેબ્રુઆરીએ દાખલ કરવામાં આવ્યો હતો અને બુધવારે એડિશનલ સિટી સિવિલ અને સેશન્સ જજ સમક્ષ સુનાવણી માટે આવ્યો હતો.રાજ્યના મુખ્ય સચિવને ફરિયાદરોહિણીના વકà
કર્ણાટક (Karnataka)માં બે વરિષ્ઠ મહિલા અધિકારીઓ વચ્ચે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ટક્કર આખરે કોર્ટમાં પહોંચી ગઈ છે. IAS અધિકારી રોહિણી સિંધુરી (Ias Rohini Sindhuri )એ IPS અધિકારી રૂપા ડી (Ips D Roopa Moudgil) સહિત 60 પ્રતિવાદીઓ સામે કેસ દાખલ કર્યો છે. સિંધુરી વતી આ દાવો 21 ફેબ્રુઆરીએ દાખલ કરવામાં આવ્યો હતો અને બુધવારે એડિશનલ સિટી સિવિલ અને સેશન્સ જજ સમક્ષ સુનાવણી માટે આવ્યો હતો.
રાજ્યના મુખ્ય સચિવને ફરિયાદ
રોહિણીના વકીલે મીડિયા અને રૂપાને તેમની વિરુદ્ધ ખોટા અને બદનક્ષીભર્યા નિવેદનો કરવા અને પ્રકાશિત કરવા પર પ્રતિબંધ મૂકવાના આદેશની માંગ કરી હતી. કોર્ટને કહેવામાં આવ્યું કે સેવાના નિયમો મુજબ રોહિણીએ રાજ્યના મુખ્ય સચિવને ફરિયાદ કરી છે. આ સાથે તેમણે રૂપા સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. વાસ્તવમાં, રૂપાએ રોહિણી પર ગેરરીતિના અનેક આરોપો લગાવ્યા છે અને તેની તસવીરો અન્ય IAS અધિકારીઓને મોકલી છે.

IPS રૂપાએ IAS રોહિણીની અંગત તસવીરો શેર કરી છે
કર્ણાટકના IPS ઓફિસર ડી રૂપા મૌદગીલે રવિવારે પોતાના ફેસબુક પેજ પર IAS ઓફિસર રોહિણી સિંધુરીની તસવીરો વાયરલ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે મહિલા IAS અધિકારીએ પુરૂષ IAS અધિકારીઓને તેમના અંગત ફોટા મોકલીને સેવા આચાર નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે રોહિણી સિંધુરીએ 2021 અને 2022 વચ્ચે ત્રણ IAS અધિકારીઓને આ તસવીરો મોકલી હતી.

એક દિવસ પહેલા ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા હતા
એક દિવસ પહેલા IPS ઓફિસર ડી રૂપાએ પણ IAS સિંધુરી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે તેમણે આ અંગે મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ અને મુખ્ય સચિવ વંદિતા શર્માને ફરિયાદ કરી છે.

સિંધુરીએ આરોપોને ફગાવી દીધા હતા
આ તસવીરો વાયરલ થયા બાદ મહિલા IAS સિંધુરીએ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે ડી રૂપા તેમની વિરુદ્ધ ખોટુ અભિયાન ચલાવી રહ્યા છે અને તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, જો મેં આ તસવીરો IAS અધિકારીઓને મોકલી છે તો તેમણે તેમના નામ પણ જાહેર કરવા જોઈએ.

ક્યાંથી શરૂ થયો વિવાદ
આખો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક રેસ્ટોરન્ટમાં જનતા દળના ધારાસભ્ય સારા મહેશ સાથે IAS અધિકારી સિંધુરીની તસવીરો વાયરલ થઈ. તમને જણાવી દઈએ કે, 2021માં જ્યારે સિંધુરીને મૈસૂરમાં પોસ્ટીંગ કરવામાં આવી હતી, ત્યારે બંનેએ એકબીજા પર ભ્રષ્ટાચારના ઘણા આરોપો લગાવ્યા હતા. હાલમાં, ડી રૂપા કર્ણાટક હસ્તકળા વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર છે અને સિંધુરી હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ વિભાગના કમિશનર છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter