+

વિદેશથી પૈસા મોકલનારાનું નામ, સરનામું અને મૂળ દેશની આપની પડશે જાણકારી, NEFT-RTGS સિસ્ટમમાં ફેરફાર

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગુરુવારે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) સંબંધિત વ્યવહારો માટે NEFT અને RTGS સિસ્ટમમાં જરૂરી ફેરફારો કર્યા છે. આ નિર્દેશો 15 માર્ચ, 2023થી અમલમાં આવશે. આરબીઆઈએ પરિપત્રમાં જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયની હાલની જરૂરિયાતોના સંદર્ભમાં, આવા વ્યવહારો માટે મોકલનારનું નામ, સરનામું, મૂળ દેશ, રકમ, ચલણ અને પૈસા મોકલવાનો હેતુ સહિતની તમામ વિગતો જણાવવી જરૂરી છે.RBIએ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગુરુવારે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) સંબંધિત વ્યવહારો માટે NEFT અને RTGS સિસ્ટમમાં જરૂરી ફેરફારો કર્યા છે. આ નિર્દેશો 15 માર્ચ, 2023થી અમલમાં આવશે. આરબીઆઈએ પરિપત્રમાં જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયની હાલની જરૂરિયાતોના સંદર્ભમાં, આવા વ્યવહારો માટે મોકલનારનું નામ, સરનામું, મૂળ દેશ, રકમ, ચલણ અને પૈસા મોકલવાનો હેતુ સહિતની તમામ વિગતો જણાવવી જરૂરી છે.
RBIએ ગૃહ મંત્રાલયની સૂચનાને પગલે NEFT-RTGS સિસ્ટમમાં ફેરફાર કર્યા
ઉપરાંત, કેન્દ્રીય બેંકે બેંકોને NEFT અને RTGS દ્વારા SBIને વિદેશી દાન મોકલતી વખતે સંબંધિત વિગતો મેળવવા માટે જરૂરી ફેરફારો કરવા જણાવ્યું છે. તાજેતરમાં, ગૃહ મંત્રાલયે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ને વિદેશથી પૈસા મોકલનારા લોકોની દૈનિક ધોરણે રિપોર્ટ કરવા સૂચના આપી છે. આ પછી જ આરબીઆઈએ આ પગલું ભર્યું છે.
FCRA હેઠળ વિદેશી યોગદાન ફક્ત SBIની નવી દિલ્હી મુખ્ય શાખાના FCRA ખાતામાં જ હોવું જોઈએ. વિદેશી બેંકો તરફથી FCRA ખાતામાં યોગદાન SWIFT (સોસાયટી ફોર વર્લ્ડવાઇડ ઇન્ટરબેંક ફાઇનાન્સિયલ ટેલિકોમ્યુનિકેશન્સ) દ્વારા અને ભારતીય બેંકો તરફથી NEFT (નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર) અને RTGS (રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ) દ્વારા મોકલવામાં આવે છે.

2,000 NGO માટે FCRA નોંધણી રદ કરવામાં આવી
2014માં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર સત્તામાં આવી ત્યારથી FCRA સંબંધિત નિયમો કડક કરવામાં આવ્યા છે. આ હેઠળ, કાયદાની વિવિધ જોગવાઈઓના ઉલ્લંઘન માટે લગભગ 2,000 બિન-સરકારી સંસ્થાઓ (NGO) ની FCRAએ નોંધણી પણ રદ કરવામાં આવી છે. ડિસેમ્બર, 2021 સુધીમાં, FCRA રજિસ્ટર્ડ એન્ટિટીની સંખ્યા 22,762 હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter