+

પશ્ચિમ બંગાળ વિધાનસભામાંથી નકલી ધારાસભ્ય ઝડપાયો, જાણો રસપ્રદ બનાવ

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં નકલી ધારાસભ્યપોલીસની સુરક્ષા વ્યવસ્થા પર ઉભા થયા સવાલપોતે ધારાસભ્ય મનોજ તિવારી હોવાનું જણાવ્યું રાજ્યપાલે મોકલ્યો હોવાનો દાવો કરતાં પોલીસને શંકા ગઇઆપણે રોજબરોજ નકલી પોલીસ કે નકલી સીબીઆઇ ઓફિસર બનીને ઠગવાના અને લૂંટી લેવાના બનાવો જાણતા રહીએ છીએ પણ હવે ઠગ નકલી ધારાસભ્ય (Fake MLA) પણ બની રહ્યા છે. આવો જ ચોંકાવનારો પણ રસપ્રદ બનાવ પશ્ચિમ બંગાળ વિધાનસભા (West Bengal Legi
  • પશ્ચિમ બંગાળ વિધાનસભામાં નકલી ધારાસભ્ય
  • પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર ઉભા થયા સવાલ
  • પોતે ધારાસભ્ય મનોજ તિવારી હોવાનું જણાવ્યું 
  • રાજ્યપાલે મોકલ્યો હોવાનો દાવો કરતાં પોલીસને શંકા ગઇ
આપણે રોજબરોજ નકલી પોલીસ કે નકલી સીબીઆઇ ઓફિસર બનીને ઠગવાના અને લૂંટી લેવાના બનાવો જાણતા રહીએ છીએ પણ હવે ઠગ નકલી ધારાસભ્ય (Fake MLA) પણ બની રહ્યા છે. આવો જ ચોંકાવનારો પણ રસપ્રદ બનાવ પશ્ચિમ બંગાળ વિધાનસભા (West Bengal Legislative Assembly)માં બહાર આવ્યો છે. અહીં એક વ્યક્તિને સુરક્ષા કર્મીઓએ નકલી ધારાસભ્ય બનીને આવ્યો હોવાનું જણાતા ઝડપી લીધો હતો.
મનોજ તિવારી હોવાની ઓળખ આપીને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પ્રવેશ્યો
એક વ્યક્તિ નકલી ધારાસભ્ય બનીને વિધાનસભાની અંદર પ્રવેશી ગયો હતો. વાત જાણે એમ છે કે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન એક વ્યક્તિ પોતાની ઓળખ હાવડા શિવપુર ક્ષેત્રના ધારાસભ્ય મનોજ તિવારી હોવાની ઓળખ આપીને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પ્રવેશ્યો હતો. તે વિધાનસભાની લોબીમાં ફરતો હતો ત્યારે તેણે લોબીમાં હાજર લોકોને બજેટ સત્રને કેવી રીતે જોવું તે સહિતની માહિતી માગી હતી.
 ધારાસભ્ય તરીકેનું ઓળખપત્ર માગતા તેની પાસે આઇકાર્ડ મળ્યું ન હતું
ધારાસભ્ય હોય અને તેને વિધાનસભાની કાર્યવાહી ખબર ના હોય…તેવી શંકા જતા સુરક્ષા એજન્સીઓ તેની પાસે પહોંચી હતી અને તેની પુછપરછ કરી ધારાસભ્ય તરીકેનું ઓળખપત્ર માગતા તેની પાસે આઇકાર્ડ મળ્યું ન હતું. તેની ઉંડી તપાસ કરાતા તેનું નામ ગજાનન વર્મા હોવાનું બહાર આવ્યું હતું.
રાજ્યપાલે મોકલ્યો હોવાનો દાવો કરતાં પોલીસને શંકા ગઇ
આ વ્યક્તિ નકલી ધારાસભ્ય હોવાનું બહાર આવતા સુરક્ષા કર્મીઓ પણ ચોંકી ગયા હતા. તેમણે ઉંડી પૂછપરછ કરતાં તેણે દાવો કર્યો કે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ દ્વારા તેને મોકલવામાં આવ્યો છે. તેને તત્કાળ હરે સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં લઇ જવાયો હતો. 
પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર ઉભા થયા સવાલ
નકલી ધારાસભ્ય છેક વિધાનસભામાં પહોંચી જતાં પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર પણ ગંભીર સવાલો ઉભા થયા હતા. મનોજ તિવારી રાજ્યના સ્પોર્ટ્સ મિનિસ્ટર છે અને ક્રિકેટરમાંથી રાજકારણમાં પ્રવેશ્યા હતા. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter