+

સુરતમાં સિઝનલ ફ્લ્યૂના કેસમાં સતત વધારો, એક્શન મોડમાં સિવિલ તંત્ર

સુરતમાં સિઝનલ ફ્લૂના કેસમાં સતત વધારો સિવિલમાં દરરોજ સરેરાશ 200 થી વધુ સિઝનલ ફ્લૂના દર્દીઓ નોંધાયાનવી સિવિલ હોસ્પિટલમાં ટીબી વોર્ડમાં સિજનલ ફલૂ દર્દીઓ માટે આઇસોલેશન વર્ડ તૈયાર કરાયોઓક્સિજન વેન્ટિલેટર સાથેના 10 બેડનો વોર્ડ તૈયાર કરાયોટીબી વિભાગમાં શરદી ખાંસીની ફરિયાદ સાથેના દર્દીઓની સંખ્યામાં સતત વધારોસુરત શહેરમાં એક બાજુ કોરોનાએ માથું ઉચક્યું છે, ત્યાં બીજી બાજુ સીજનલ ફ્àª
 
  • સુરતમાં સિઝનલ ફ્લૂના કેસમાં સતત વધારો 
  • સિવિલમાં દરરોજ સરેરાશ 200 થી વધુ સિઝનલ ફ્લૂના દર્દીઓ નોંધાયા
  • નવી સિવિલ હોસ્પિટલમાં ટીબી વોર્ડમાં સિજનલ ફલૂ દર્દીઓ માટે આઇસોલેશન વર્ડ તૈયાર કરાયો
  • ઓક્સિજન વેન્ટિલેટર સાથેના 10 બેડનો વોર્ડ તૈયાર કરાયો
  • ટીબી વિભાગમાં શરદી ખાંસીની ફરિયાદ સાથેના દર્દીઓની સંખ્યામાં સતત વધારો
 
સુરત શહેરમાં એક બાજુ કોરોનાએ માથું ઉચક્યું છે, ત્યાં બીજી બાજુ સીજનલ ફ્લૂ બેકાબૂ બન્યો છે. ફ્લૂના કેસમાં સતત વધારો થતાં સુરત મનપાનું આરોગ્યતંત્ર અને નવી સિવિલ હોસ્પિટલ તંત્ર એક્શનમાં આવ્યું છે. કોરોના અને ફ્લૂ વધતા સિવિલ તંત્ર ચિંતિત થયું છે.
 
સિવિલ હોસ્પિટલના તબીબોના કહેવા પ્રમાણે દરરોજના સરેરાશ સિઝનલ ફ્લૂના દૈનિક 200 દર્દી નોંધાતા આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો છે. સુરત શહેરમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે. ત્યાં બીજી બાજુ સીઝનલ ફ્લૂના કેસોમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. દર્દીઓની વાત કરીએ તો નવી સિવિલ હોસ્પિટલમાં ટીબી વિભાગની ઓપીડીમાં પ્રતિદિન શરદી, ખાંસી સહિત વિવિધ તકલીફ ધરાવતા 200 જેટલા દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે. દર્દીઓની સ્ખ્યમાં ઉત્તરોઉત્તર વધારો થતાં નવી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલી સ્ટેમ સેલ બિલ્ડિંગમાં સીઝનલ ફુલના દદીઓ આગોતરું આયોજનના ભાગરૂપે 10 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ઓક્સિજન અને વેન્ટિલેટર સહિતની જરૂરી સુવિધાઓ સાથે દવાઓ ઉપલબ્ધ કરાઇ છે.
 
સિવિલ આર એમ ઓ જણાવ્યું હતું કે હાલની જો વાત કરીએ તો સુરત સહિત ગુજરાતભરમાં સીઝનલ ફૂલ અને કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેના ભાગરૂપે સરકારની સુચના પ્રમાણે આગોતરું આયોજન કરાયું છે. વધતો કોરોના અને ફ્લૂ સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. બન્ને રોગ વધતા બે દિવસ પહેલા સરકાર દ્વારા એક વીડિયો કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં સુરતનું આરોગ્ય વિભાગ અને સિવિલના ડોક્ટરો હાજર રહ્યા હતા. સાથે જ અન્ય સરકારી હોસ્પિટલના અધિકારી અને ડોક્ટરો સરકાર સાથેની વીડિયો કોન્ફરન્સમાં જોડાઈ સીઝનલ ફ્લૂ અને કોરોના અંગેનો ત્યાગ મેળવ્યો હતો. જેમાં એચ1 એન1 એટલે સ્વાઇન ફ્લુ રિપોર્ટ નેગેટિવ આવેલો હોય તે દદીને એચ 3 અને એન 2 નો સંભવિત કેસ હોવાની શક્યતા દર્શાવવાના આવી હતી. તેમજ સીઝનલ ફ્લૂના દદીઓને તકલીફના પડે અને યોગ્ય સારવાર મળી રહે તે માટે તકેદારીના પગલાં લેવા નવી સિવિલ હોસ્પિટલ ખાતે સ્ટેમ્પ સેલ બિલિંગમાં સીઝનલ ફ્લૂ દદીઓ માટે 10 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. સિવિલની ચર્ચા કરતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, સપ્તાહ પહેલા શરદી, ખાંસી જેવી તકલીફ સાથે ઓપીડીમાં રોજના 100 થી 115 દદીઓ સારવાર માટે આવતા હતા.પરંતુ હાલમાં રોજના અંદાજિત 200 દર્દીઓ વિવિધ પ્રકારની તકલીફ લઈ આવી રહ્યા છે.
 
સિવિલના તબીબોના કહેવા પ્રમાણે એચ૩ તેમજ એનરના રોગના સંક્રમિત દર્દી બને તે પહેલાં અને તેના પછીના પાંચ દિવસ સુધી સંક્રમિત વ્યક્તિનો ચેપ બીજા વ્યક્તિમાં ફેલાઈ શકે છે. જેથી ચેપ નહીં ફેલાઈ તે માટે તકેદારી રાખવી ખૂબ જરૂરી છે. જેથી આ તકેદારીના ભાગરૂપે નવો વોર્ડ ઉભો કરાયો છે. આ આઇસોલેશન વોર્ડમાં બેડ, ઑક્સિજન, વેન્ટિલેટર સહિત જરૂરી દવાઓ મૂકી ડોકટરોની ટીમને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
 
 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter