Sabarkantha Farmers Problem: સાબરકાંઠમાં ખેડૂતો દાડમમાં રોગચાળો આવતા અન્ય ખેતી તરફ વળ્યા છે. જોકે સમગ્ર જિલ્લામાં 250 થી 300 હેક્ટર વિસ્તારમાં દાડમનુ વાવેતર કરવામાં આવ્યુ છે.
- વાતાવરણમાં ફેરફારને કારણે દાડમના પાકમાં થયું નુકસાન
- સુકારો અને તેલીયાનો રોગ સામે આવ્યો
- અન્ય પાકોને ખેડૂતો વધુ પ્રાધાન્ય આપી રહ્યા
સાબરકાંઠા જીલ્લા માં ખેડૂતો ફળ ફળાદીની ખેતી કરતા હોય છે. ત્યારે દર વર્ષે દાડમનું વાવેતર કરી સારુ ઉત્પાદન મેળવી રહ્યા હતા. પરંતુ આ વર્ષે દાડમમાં રોગચાળો આવતા ખેડૂતો અન્ય ખેતી તરફ વળ્યા છે. તે ઉપરાંત વારંવાર વાતાવરણમાં બદલાવને લઈને પાકમાં રોગ જોવા મળતા ખેડૂતોએ દાડમનું વાવેતર ઓછું કર્યું છે.
સુકારો અને તેલીયાનો રોગ સામે આવ્યો
આમ તો દાડમનું વાવેતર મહેનત વાળુ હોય છે. તો સાથે ખેતીમાં કાળજી પણ રાખવી પડે છે. જેથી ખેડુતો દાડમનું વાવેતર બંધ કરી રહ્યા છે. આ વર્ષે શરૂઆતના સમયમાં ખેડૂતોએ કટકા કલમથી વાવેતર કર્યું હતું. તેના કારણે સુકારો અને તેલીયાનો રોગ સામે આવ્યો છે. સાથે સાથે દાડમનુ નવુ વાવેતર પણ વધુ છે.
અન્ય પાકોને ખેડૂતો વધુ પ્રાધાન્ય આપી રહ્યા
જોકે સાબરકાંઠા જિલ્લાની સમાન ઈડર તાલુકાના ખેડૂતો પણ દાડમની ખેતી તરફ વળ્યા છે. તેના કારણે દર વર્ષે ઈડર તાલુકા સહિત ઉત્તર ગુજરાતના અન્ય તાલુકામાં ખેડૂતો દાડમની ખેતી કરી લાખોની કમાણી કરી રહ્યા છે. પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતમાં મોસમી ફેરફારોના કારણે આ વર્ષે ખેડૂતો દાડમની ખેતી છોડી અન્ય પાકની ખેતીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે.
અહેવાલ – યશ ઉપાધ્યાય
આ પણ વાંચો: Mehsana district court: ટ્રેકટર માટે લીધેલી લોન ભરપાઈ ન કરનાર ખેડબ્રહ્માના મહિલાને દોઢ વર્ષની સજા