Gandhinagar : લોકસભાની ચૂંટણી આ વર્ષમાં યોજાવાની છે ત્યારે તમામ પાર્ટીઓ તેની તૈયારીઓ કરી રહી છે. જોકે, આ બાબતે ભારતીય જનતા પાર્ટી આગળ જોવા મળી રહી છે. જીહા, લોકસભાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી (BJP) એ પ્રદેશમાં કવાયત તેજ કરી છે. લોકસભા ચૂંટણીની તમામ બેઠકો જીતવાના લક્ષ્ય સાથે પાર્ટીએ પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે. આ હેઠળ આજે સોમવારે ગાંધીનગરમાં આવેલા પાર્ટી કાર્યાલય કમલમ (Kamalam) ખાતે વેલકમ પાર્ટીનું આયોજન કરાયું છે, જે હેઠળ પૂર્વ ધારાસભ્યો, તાલુકા, જિલ્લા પંચાયતના સભ્યો અને પૂર્વ સભ્યો સહિતના આગેવાનો કેસરિયો ખેસ ધારણ કરશે. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ હાજર રહેશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ