+

ટીમ ઈન્ડિયાના ગબ્બરનો માર ખાતો વિડીયો વાયરલ, જાણો કોણે કરી શિખર ધવનની ધોલાઇ

પંજાબની ટીમ IPL 2022માંથી બહાર થઈ ગઈ છે. પંજાબ કિંગ્સ બહાર થયા બાદ ટીમ ઈન્ડિયાના ગબ્બરનો માર ખાતો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જીહા, શિખર ધવનની ધોલાઇ થઇ ગઇ છે. અને તેને મારનાર શખ્સ કોઇ બીજુ નહીં પણ તેના પિતા જ છે. ટીમનો ઓપનર શિખર ધવન તેના વતન પરત ફર્યો છે. પરંતુ ઘરે પરત ફર્યા બાદ શિખર ધવનને ખૂબ જ મારવામાં આવ્યો છે. ધવને પોતે જ પોતાની મારપીટનો વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે. વાસ્તવમાં, ધવનને à

પંજાબની ટીમ IPL 2022માંથી બહાર થઈ ગઈ છે. પંજાબ કિંગ્સ બહાર થયા બાદ ટીમ ઈન્ડિયાના ગબ્બરનો માર ખાતો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જીહા, શિખર ધવનની ધોલાઇ થઇ ગઇ છે. અને તેને મારનાર શખ્સ કોઇ બીજુ નહીં પણ તેના પિતા જ છે. 
ટીમનો ઓપનર શિખર ધવન તેના વતન પરત ફર્યો છે. પરંતુ ઘરે પરત ફર્યા બાદ શિખર ધવનને ખૂબ જ મારવામાં આવ્યો છે. ધવને પોતે જ પોતાની મારપીટનો વિડીયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે. વાસ્તવમાં, ધવનને અન્ય કોઈએ નહીં પણ તેના પિતાએ જ માર માર્યો છે. મહત્વનું છે કે, IPL 2022 પંજાબ કિંગ્સ માટે કઇ ખાસ રહી નથી. ટીમ 14 મેચમાંથી માત્ર 7 જ મેચ જીતવામાં સફળ રહી હતી અને 14 પોઈન્ટ સાથે પ્રથમ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ હતી. પંજાબ કિંગ્સ ભલે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હોય, પરંતુ તેના ઓપનર શિખર ધવને વર્તમાન સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે, તેને બહુ જલ્દી IPLમાંથી બહાર થવાનો ભોગ બનવું પડ્યું છે. આ સમયે તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગબ્બરને લાતો અને મુક્કાથી મારવામાં આવી રહ્યો છે. 
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં શિખર ધવનને લાતો અને મુક્કાથી મારતા જોવા મળી રહેલા વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ તેના પિતા છે. પ્લેઓફમાંથી બહાર થવાથી ગુસ્સે થઈને તેઓ ધવનને લાતો અને મુક્કાથી મારતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન નજીકમાં ઉભે રહેલા લોકોએ ધવનના પિતાને રોકવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ રોકાયા નહીં. અંતે, પોલીસ યુનિફોર્મમાં એક વ્યક્તિએ દરમિયાનગીરી કરી હતી. મહત્વનું છે કે, આ વિડીયો ફની રીતે બનાવવામાં આવ્યો છે. ધવને પોતે આ વિડીયો પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. વિડીયો શેર કરતાં ગબ્બરે લખ્યું, “મારા પિતાએ નોક આઉટ માટે ક્વોલિફાય ન થવા પર મને માર માર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પંજાબની ટીમ ભલે પ્લેઓફ માટે ક્વોલિફાય ન થઈ શકી પરંતુ શિખર ધવન પંજાબ માટે સારું ક્રિકેટ રમ્યો હતો. તેણે 14 મેચમાં 38ની એવરેજથી 460 રન બનાવ્યા છે. તે IPLમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ચોથા ક્રમે છે.
Whatsapp share
facebook twitter