Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

vibrant summit : વાઇબ્રન્ટમાં ટાટા ગ્રુપના એન. ચંદ્રશેખરનનું સંબોધન

12:49 PM Jan 10, 2024 | Maitri makwana

vibrant summit 2024 : ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024નો (vibrant summit) આજે પ્રારંભ થયો છે. આજે દેશ-દુનિયાભરમાંથી નેતાઓ, ઉદ્યાગપતિઓ અને ડેલિગેટ્સ આવી રહ્યા છે. આ ત્રિદિવસીય સમિટનું આયોજન ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે. અહીં PM નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ સમિટનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં 34 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે વાયબ્રન્ટ સમિટમાં જોડાયા છે. આ વાઇબ્રન્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી , ગૌતમ અદાણી અને ટાટા ગ્રુપના ચેરમેન એન.ચંદ્રશેખર દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું.

એન ચંદ્રશેખર, ટાટા ગ્રુપ ચેરમેન

અહીં આ વાઇબ્રન્ટ સમિટમાં ટાટા ગ્રુપના ચેરમેન એન.ચંદ્રશેખર પણ હજાર રહ્યા હતા. અને તેમણે આ સમિટમાં સંબોધન કરતાં જણાવ્યું કે તે ગુજરાત અને દેશની લીડરશિપનો આભાર મને છે. અને આ 10મી ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાં આવવું એ તેમના માટે ગર્વની વાત છે.

ટાટા ગ્રુપનો નવો પ્રોજેક્ટનો પ્રથમ ફેજ માર્ચ 2024માં શરૂ થશે

ટાટા ગ્રુપે 21 કંપનીઓ શરૂ કરી છે. અને ટાટા પાવર, ટાટા સ્ટીલ, અને હોટેલ ક્ષેત્રે કામ કર્યું છે. અને C295 એર ક્રાફટનું કામ પૂર ઝડપે થઇ રહ્યું છે. સાથે જ ટાટા ગ્રુપ દ્વારા ધોલેરા ખાતે ઝડપીથી કામ ચાલુ કરવામાં આવશે. અને ટાટા ગ્રુપનો નવો પ્રોજેક્ટનો પ્રથમ ફેજ માર્ચ 2024માં શરૂ થશે.

આ પણ વાંચો – vibrant summit PM મોદીનું અદભૂત વિઝન: ગૌતમ અદાણી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ