+

VGGS-2024 : તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ અને ચેક રિપબ્લિક વડાપ્રધાને ભારતને લઈ કહી આ વાત

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ત્રિ-દિવસીય વાઈબ્રન્ટ સમિટનું (VGGS-2024) આયોજન કરવામાં આવ્યું છે. સમિટમાં વૈશ્વિક નેતાઓ, વૈશ્વિક CEO ની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો શુભારંભ થયો છે. આ વખતે વાઇબ્રન્ટ સમિટમાં મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ…

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ત્રિ-દિવસીય વાઈબ્રન્ટ સમિટનું (VGGS-2024) આયોજન કરવામાં આવ્યું છે. સમિટમાં વૈશ્વિક નેતાઓ, વૈશ્વિક CEO ની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો શુભારંભ થયો છે. આ વખતે વાઇબ્રન્ટ સમિટમાં મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ ન્યુસી (Mozambique’s President Philippe Nyusi), તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ જોસ મેન્યુઅલ રામોસ (Timor Leste President Jose Manuel Ramos), UAE ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન (Mohammed bin Zayed Al Nahyan) સહિત વિવિધ દેશના પ્રતિનિધિઓ અને ભારતના કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓ સહિત ઉદ્યોગપતિઓ હાજર રહ્યા છે.

સમિટ દરમિયાન તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ જોસ મેન્યુઅલ રામોસ-હોર્ટા (Jose Manuel Ramos) એ કહ્યું કે, વિદેશ બાબતોના વરિષ્ઠ પ્રધાન તરીકેની મારી અગાઉની સ્થિતિમાં, મેં UN સુરક્ષા પરિષદના કાયમી સભ્ય બનવાના ભારતના યોગ્ય અધિકારને પૂરા દિલથી સમર્થન આપ્યું હતું. હું બે એશિયાઈ દેશ ભારત અને ઇન્ડોનેશિયાને એક સુધારેલ, વિસ્તૃત અને વધુ પ્રતિનિધિ ધરાવતી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના (UNSC) સ્થાયી સદસ્ય બનાવવા માટે ભલામણ કરવાનું યથાવત રાખીશ. તેમણે વધુમાં કહ્યું કે, આ ફોરમ, જે હવે વૈશ્વિક સ્તરે જાણીતું છે, તે બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ, વ્યૂહાત્મક ભાગીદારી, સર્વસમાવેશક વૃદ્ધિ અને ટકાઉ વિકાસનું ઉત્પ્રેરક રહ્યું છે. સ્વાભાવિક ઉદ્યોગસાહસિક ભાવનાથી પ્રેરિત ગુજરાત રાજ્ય ઔદ્યોગિક અગ્રણી અને રોકાણ માટે પ્રિય સ્થળ તરીકે ઉભરી આવ્યું છે.

 

‘અમારી પાસે પરમાણુ ઊર્જામાં 50 વર્ષની કુશળતા છે’

ચેક રિપબ્લિકના (Czech Republic) વડાપ્રધાન પેટ્ર ફિયાલાએ (Petr Fiala) કહ્યું કે, “મારી સરકાર મુખ્યત્વે લાંબા ગાળાના વ્યૂહાત્મક રોકાણમાં રસ ધરાવે છે. આમાં AI સંશોધન, ઇલેક્ટ્રોમોબિલિટી અને ખાસ કરીને સેમિકન્ડક્ટરનો સમાવેશ થાય છે. તેઓ આજે કારથી લઈને મોબાઈલ ફોન સુધીના હાઈ-ટેક ઈન્ડસ્ટ્રીઝ માટે ચાવીરૂપ છે. અમે એનર્જી સેક્ટરમાં ઇનોવેશન પર પણ ખાસ ધ્યાન આપીએ છીએ. ઘણા યુરોપિયન દેશોથી વિપરીત, અમે પરમાણું શક્તિના ભવિષ્યમાં વિશ્વાસ કરીએ છીએ. અમારી પાસે પરમાણુ ઊર્જામાં 50 વર્ષની કુશળતા છે. અમારો ટોચનો રસ નાના મોડ્યુલર રિએક્ટરનો વિકાસ છે… તે અણું ઊર્જા સંશોધનમાં અમારી ચેક-ભારતીય ક્ષમતાઓને સુધારવાની પણ તક છે. અમે નવી ઊર્જા અને ગ્રીન ડિજિટલ ટેક્નોલોજીમાં નવીનતા માટે ખૂબ જ ગંભીર છીએ. તેમણે કહ્યું કે, અમારો ધ્યેય વિશ્વસનીય, કાર્યક્ષમ અને ટકાઉ ઊર્જા મેળવવાનો છે. આ હરિત પર્યાવરણ વિશે છે અને ચેક-ભારતીય સહયોગની સંભાવના માત્ર ઊર્જા જ નહીં, પરંતુ અશુદ્ધ પાણીનું શુદ્ધિકરણ અથવા ટકાઉ કૃષિમાં પણ છે…”

 

આ પણ વાંચો – VGGS-2024 : UAE ના રાષ્ટ્રપતિએ કહ્યું – UAE માં ગુજરાત માટે ખાસ જગ્યા છે…

Whatsapp share
facebook twitter