+

શુક્રનો કર્ક રાશિમાં થશે પ્રવેશ, આ રાશિના જાતકોએ સાવચેત રહેવાની છે જરૂર!

અહેવાલ–કુશાગ્ર ભટ્ટ આવતીકાલે એટલે કે 30 મે 2023ના શુક્રનો કર્ક રાશિમાં પ્રવેશ થવાનો છે. જેના કારણે અશુભ સ્થિતિ પણ બની રહી છે તો કેટલાક રાશિના જાતકો માટે મહાલાભના પણ યોગ…
અહેવાલ–કુશાગ્ર ભટ્ટ
આવતીકાલે એટલે કે 30 મે 2023ના શુક્રનો કર્ક રાશિમાં પ્રવેશ થવાનો છે. જેના કારણે અશુભ સ્થિતિ પણ બની રહી છે તો કેટલાક રાશિના જાતકો માટે મહાલાભના પણ યોગ બની રહ્યા છે.
શુક્ર આવતીકાલે એટલે કે 30 મે 2023ના કર્ક રાશિમાં ગોચર કરશે
શુક્ર આવતીકાલે એટલે કે 30 મે 2023ના કર્ક રાશિમાં ગોચર કરશે. જ્યોતિષ માટે શુક્રનું ગોચર મહત્વપૂર્ણ મનાઈ રહ્યું છે.  શુક્રના કર્ક રાશિના ગોચરથી ઘણી બધી રાશિના જાતકોને સારા લાભના યોગ છે તો કેટલાક જાતકો માટે અશુભ સ્થિતિનું નિર્માણ કરી શકે છે અને તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે. શુક્રના ગોચરથી કારકો ભવ નાશાયથિની સ્થિતિ બની રહી છે. કરક શબ્દનો અર્થ થાય છે મહત્વ આપનાર. ભવનો અર્થ છે ઘર અને નાશાયતિનો અર્થ છે નષ્ટ કરવું. જાણો શુક્ર ગોચરથી કઈ બે રાશિના જાતકોએ સતર્ક રહેવાની જરૂર છે.
લગ્ન જીવનમાં કેટલાક નકારાત્મક પાસાંને લાવશે
શુક્ર પ્રથમ ભાવમાં કર્ક રાશિના જાતકો માટે ગોચર કરશે. જોકે શુક્ર ચોથા અને 11માં ઘરનો સ્વામી છે, તેથી તે ચોક્કસ પણે કર્ક રાશિના જાતકોની નાણાકીય સ્થિતિ અને સામાજિક સ્થિતિને ઉપર ઉઠાવશે, પરંતુ તે 7માં ઘરમાં જોઈ રહ્યો છે એટલે તમારા લગ્ન જીવનમાં કેટલાક નકારાત્મક પાસાંને લાવશે.
નકારાત્મક પરિણામથી બચવા માટે જલદી ઉકેલ લાવો
મહત્વનું છે કે, આ સ્થિતિ માત્ર પરણેલા લોકો માટે યોગ્ય રહેશે. આ ગોચર દરમિયાન તમારા લગ્ન જીવનમાં ઉતાર-ચઢાવવાળી સ્થિતિઓથી સાવધાન રહો અને મેચ્યોર રીતે આવી સ્થિતિનો સામનો કરવા તૈયાર રહો. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે વિવાદ પેદા ન કરો અને જો મુશ્કેલી સામે આવે છે તો કોઈપણ નકારાત્મક પરિણામથી બચવા માટે જલદી ઉકેલ લાવો.
અન્ય દરેક પાસાંમાં આશીર્વાદ આપશે
આ તરફ મકર રાશિના જાતકો માટે શુક્ર 5માં અને 10માં ભાવનો સ્વામી થઈને કર્ક રાશિના સાતમાં ભાવમાં ગોચર કરશે. શુક્ર મકર રાશિના જાતકોને અન્ય દરેક પાસાંમાં આશીર્વાદ આપશે કે તે 5માં ઘર અને 10માં ઘરના સ્વામીના રૂપમાં શાસન કરે છે, પરંતુ કારણ કે તે કર્ક રાશિના 7માં ભાવમાં સ્થિત હશે, તે તમારા લગ્ન જીવનને પરેશાન કરી શકે છે. તમારા અને તમારા પાર્ટનર વચ્ચે સંઘર્ષ ઊભો કરી શકે છે. આ દરમિયાન સાવધાન રહો અને સમજી-વિચારીને વિવાદોનો ઉકેલ લાવો.
Whatsapp share
facebook twitter