Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Veer Bal Divas : PM મોદીએ કહ્યું- આઝાદીના અમૃતકાળમાં વીર બાળ દિવસ તરીકે એક નવો અધ્યાય શરૂ થયો…

01:10 PM Dec 26, 2023 | Vipul Sen

નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આજે ‘વીર બાળ દિવસ’ કાર્યક્રમ યોજાયો, જેમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં કેટલાક કેન્દ્રીય મંત્રીઓ અને મોટી સંખ્યામાં શીખ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ‘વીર બાળ દિવસ’ ભારતીયતાની સુરક્ષા માટે કોઈ પણ હદ સુધી જવાનું પ્રતીક છે.

પીએમ મોદીએ કહ્યું કે, આજે સમગ્ર દેશ વીર સાહિબજાદોના અમર બલિદાનને યાદ કરી રહ્યો છે અને તેમનાથી પ્રેરણા લઈ રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આઝાદીના અમૃતકાળમાં વીર બાળ દિવસ તરીકે એક નવો અધ્યાય શરૂ થયો છે. ગત વર્ષે 26 ડિસેમ્બરના રોજ દેશમાં પહેલીવાર વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સમગ્ર દેશમાં સૌએ સાહિબજાદાઓની શૌર્યગાથાઓ ખૂબ જ ભાવથી સાંભળી હતી. આ દિવસ આપણને યાદ અપાવે છે કે શૌર્યની પરાકાષ્ઠા સમયે નાની ઉંમર મહત્ત્વ રાખતી નથી.

પીએમ મોદીએ કહ્યું કે, મને ખુશી છે કે હવે વીર બાળ દિવસ વૈશ્વિક સ્તરે ઊજવવામાં આવી રહ્યો છે. બ્રિટેન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, UAE અને ગ્રીસમાં પણ વીર બાળ દિવસથી જોડાયેલ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. આગામી સમયમાં ભારતના વીર સાહિબજાદોને સંપૂર્ણ વિશ્વ વધુ જાણશે. આ દરમિયાન પીએમ મોદીએ ગુરુવાણીની એક પંક્તિ પણ સંભળાવી હતી – ‘સૂરા સો પહચાનીએ, જો લરૈ દીન કે હેત, પુર્જા-પૂર્જા કટ મરૈ, કબહૂ ના છાડે ખેત’.

આ પણ વાંચો – Uttarakhand : રૂરકીમાં મોટી દુર્ઘટના, ઈંટના ભઠ્ઠાની દીવાલ ધરાશાયી થતાં 6ના મોત, બે ગંભીર