Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને વાપીની કોર્ટે ફટકારી ફાંસીની સજા

01:31 PM Apr 18, 2023 | Vipul Pandya

વલસાડ જિલ્લા ના વાપીની સ્પેશિયલ કોર્ટે પોક્સોના કેસમાં 9 વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ આચરી અને બાળકીની નિર્મમ હત્યા કરનાર નરાધમ આરોપીને મૃત્યુ દંડની સજા ફટકારી છે. વર્ષ 2020 ના ફેબ્રુઆરી મહિનામાં આરોપીએ 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચાર્યા બાદ તેની હત્યા કરી હતી. આખરે 2020ના આ કેસમાં વાપીની કોર્ટે નરાધમ આરોપી પ્રદીપ ઉર્ફે રાજેશ રામેશ્વર રાજકુમાર ગુપ્તા ને ફાંસીની સજા ફટકારી છે.


વાપીની કોર્ટે નરાધમ આરોપી સજા  ફટકારી 
વલસાડ જિલ્લાના વાપીમાં વર્ષ 2020ના ફેબ્રુઆરી મહિનામાં એક 9 વર્ષની બાળકીની તેનાજ ઘરમાંથી ગળે ફાસો ખાધેલી હાલતમાં પંખા સાથે લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. વાપી પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી અને પેનલ પોસ્ટમોર્ટમ કરતા બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ જધન્ય અપરાધને ગંભીરતાથી લઈ વાપી ટાઉન પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી અને ગણતરીના સમયમાં જ મૃતક બાળકીના પડોશમાં જ રહેતા પ્રદીપ ઉર્ફે રાજેશ રામેશ્વર રાજકુમાર ગુપ્તાની પોલીસે અટકાયત કરી હતી. 

પોલીસને ઉંમરના મામલે ગુમરાહ પણ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આરોપી એ શરૂઆતમાં પોતાની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાનું જણાવી પોતે સગીર હોવાથી પોલીસ તેની ધરપકડન કરી શકે તેવું બહાનું બતાવી અને પોલીસને ઉંમરના મામલે ગુમરાહ પણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે આરોપીના ઉંમર અંગે તપાસ કરતા આરોપીની ઉંમર 19 વર્ષની હોવાનું બહાર આવ્યું હતું. અને પોલીસે 9 વર્ષીય માસુમ બાળકીના દુષ્કર્મ અને હત્યા મામલે આરોપી પ્રદીપ ઉર્ફે રાજેશ રામેશ્વર રાજકુમાર ગુપ્તાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

માસુમ બાળકી પર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.
આરોપીની ધરપકડ બાદ પોલીસે હાથ ધરેલી તપાસમાં બહાર આવ્યું હતું કે બાળકીના માતા પિતા કામધંધા માટે બહાર હતા અને બાળકી સ્કૂલ થી ઘરે આવી હતી અને બાળકી તે સમયે ઘરમાં એકલી હતી એ વખતે નરાધમ આરોપી પ્રદીપ ઉર્ફે રાજેશ રામેશ્વર રાજકુમાર ગુપ્તા ઘરમાં પ્રવેશ્યો હતો અને માસુમ બાળકી પર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. સભ્ય સમાજમાં કહેતા પણ શરમ અનુભવાય એટલી ક્રૂરતાપૂર્વક તેણે બાળકી પર દુષ્કર્મ આચરી અને તેની હત્યા કરી હતી. 

નરાધમ આરોપીએ  પોલીસને ગુમરાહ કરી  હતી
નરાધમ આરોપી પ્રદીપ ઉર્ફે રાજેશ રામેશ્વર રાજકુમાર ગુપ્તા એ 9 વર્ષ ની બાળકીની એકલતા નો લાભ લઇ બાળકી સાથે બળાત્કાર કરી, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ બાળકીની હત્યા કરી નરાધમ આરોપીએ પોતેજ કરેલી આ હત્યાને આત્મહત્યામાં ખપાવવા અને પોલીસને ગુમરાહ કરવા બાળકીના મૃતદેહને રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી લટકાવી દેવાનો જઘન્ય અપરાધ કર્યો હતો.
આરોપી મૃતક બાળકીની માતા સાથે હોસ્પિટલ પણ ગયો હતો
નરાધમ આરોપીએ બાળકી પર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરી અને હત્યા કર્યા બાદ બાળકીના મૃતદેહને રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી લટકાવીને ત્યાંથી નીકળી ગયો હતો અને ત્યાર બાદ આરોપીએ પોતાના મિત્રો સાથે મળી અને ચિકન પાર્ટી પણ કરી હતી. સાથેજ આરોપી પોલીસ દ્વારા થઈ રહેલી તપાસ પણ નજર રાખી રહ્યો હતો. તેમજ આરોપી મૃતક બાળકીની માતા સાથે હોસ્પિટલ પણ ગયો હતો. આમ આરોપી પોલીસ થી બચવાના પ્રયાસ કરી રહ્યો હતો જો કે પોતેજ કરેલા જઘન્ય અપરાધથી બચવા ના પ્રયાસ કરતા આ આરોપીનું પાપ છાપરે ચડીને પોકાર્યું અને આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. આમ આરોપીએ 9 વર્ષ ની બાળકીની એકલતા નો લાભ લઇ બાળકી સાથે બળાત્કાર કરી, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ બાળકીની હત્યા કરી તેને રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી લટકાવી દેવાનો જઘન્ય અપરાધ કર્યો હતો
વર્ષ 2020ના આ કેસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે
વર્ષ 2020ના આ કેસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે સરકારી વકીલ અનિલ ત્રિપાઠી દ્વારા વાપીના પોકસો એક્ટ હેઠળ નાં સ્પેશીયલ જજ કે જે મોદી સમક્ષ ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. અનિલ ત્રિપાઠી દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટ નાં વિવિધ ચુકાદાઓ રજૂ કરી હાલનો કેસ Rarest of  Rare ની catagory માં પડતો હોય અને તેવા સંજોગોમાં આરોપીને ફાંસી સિવાય અન્ય કોઈ સજા કરી શકાય જ નહિ તેવી દલીલો કરવામાં આવી હતી આ દલીલોને ગ્રાહ્ય રાખી વાપીમાં પોકસો એક્ટ હેઠળના સ્પેશિયલ જજ કે જે મોદી દ્વારા આરોપી પ્રદીપ ઉર્ફે રાજેશ રામેશ્વર રાજકુમાર ગુપ્તા ને આઇ.પી.સી ની કલમ.૩૦૨ નાં ગુનામાં દેહાંત દંડ તથા પોક્સો એક્ટ ની કલમ ૬ માં દેહાંત દંડ તથા આઇ પી સી ની  કલમ-૨૦૧ નાં ગુના માં સાત વર્ષ ની સજા અને રૂપિયા દસ હજાર દંડ અને જો દંડ નાં ભરે તો વધુ બે વર્ષની સજાનો હુકમ કર્યો છે. વધુમાં આ ગુનાં માં ભોગબનનાર નાં માતા પિતા ને ૧૭ લાખ રૂપિયા વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.
બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું
2020માં બનેલી આ ઘટનામાં બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે બાળકીની આંખમાંથી લોહી પણ ટપકી રહ્યું હતું. આથી બનાવ વખતે આરોપીની ક્રૂરતાને કારણે બાળકી લોહીના આંસુ રડી હશે તેવું વાપીની સ્પેશિયલ કોર્ટે ગંભીર તારણ પણ કાઢ્યું હતું. આથી કોર્ટ એ આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેટેગરીમાં ગણી અને આરોપીને દાખલારૂપ સજા ફટકારી અને ફાંસીના માચડે ચડાવવાનો ચુકાદો આપ્યો છે. આમ વલસાડ જિલ્લામાં પોક્ષોના કેસમાં ફાંસીની સજાનો આ સૌ પ્રથમ ઐતિહાસિક સૌ પ્રથમ ચુકાદો છે.
મહત્વપૂર્ણ છે કે વર્તમાન સમયમાં નાની ઉંમરની બાળકીઓ સાથે આવા જધન્ય અપરાધો થતા હોય છે. આરોપીઓની વિકૃતતાઓ તમામ હદ વટાવતી હોવાથી આવા કેસોમાં આરોપીઓને ફાંસીની સજા ફટકારી અને દાખલા બેસાડવામાં આવે તો આવનાર સમયમાં આવા ગુન્હાઓમાં ઘટાડો આવી શકે છે. ત્યારે વાપીની પણ આ સ્પેશિયલ કોર્ટે આ ઐતિહાસિક ચુકાદો આપી અને સમાજમાં એક દાખલો બેસાડ્યો છે. અને માસુમો સાથે અપરાધ કરતા આવા નરાધમોનું સભ્ય સમાજમાં કોઈ સ્થાનન હોવાનું સ્થાપિત કર્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.