Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Valentine Day : વેલેન્ટાઇન ડે નિમિત્તે ગુલાબના ભાવ પહોંચ્યાં આસમાને

11:04 AM Feb 14, 2024 | Hiren Dave

Valentine Day : વેલેન્ટાઇન ડેના (Valentine Day)દિવસે પોતાના પ્રેમને વ્યક્ત કરવા માટે ગુલાબના ફુલની હાઇ ડિમાન્ડ રહે છે. લાલ ગુલાબનું ફુલ એ પ્રેમનું પ્રતિક ગણાય છે. વેલેન્ટાઇન વીકમાં મોંઘી દાટ ગિફ્ટો આપ્યાં પછી એક રેડ રોઝ ખરીદવા માટે પ્રેમીઓએ ખિસ્સા ખાલી કરવા પડી શકે છે, કારણ કે ગુલાબના ફુલની કિંમત આસમાને પહોંચી છે.

 

ગુલાબના બુકેનો ભાવ હજારને પાર

વેલેન્ટાઇન ડેની ઉજવણી ગુલાબ વગર શક્ય નથી ત્યારે વેલેન્ટાઇન ડેના દિવસે ફુલો વેચનારના ખિસ્સા ભરાઇ ગયા છે, જ્યારે પ્રેમીઓએ ખિસ્સા ખાલી કરવાનો વારો આવ્યો છે. વિવિધ વિસ્તારોમાં ગુલાબના અલગ અલગ ભાવ જોવા મળી રહ્યા છે.

ગુલાબ અને બુકેના ભાવ આસમાને

15 થી 20 રુપિયામાં મળતા ગુલાબના ફુલની કિંમત 40 થી 50 રુપિયા સુધી પહોંચી છે. વ્હાઈટ ગુલાબના 70 રુ. તો યેલો ગુલાબના રુ. 100 ભાવ થયો. ક્યાંક 40 થી 50 રુપિયા તો ક્યાંક એક ગુલાબ 80 થી 100 રુપિયે વેચાઇ રહ્યા છે. તેવામાં જો ગુલાબના બુકેના ભાવ તો હજારને પાર છે. વિવિધ કલર ફુલ ગુલાબના બુકેના ભાવ 500 થી શરુ કરીને 5000 રુપિયા સુધીના બજારમાં વેચાઇ રહ્યા છે. ફુલો વેચનાર પણ જણાવી રહ્યા છે કે વેલેન્ટાઇન ડે હોવાથી તેઓને આજે સારી કમાણી થઇ રહી છે.

લગ્નની પણ ચાલી રહી છે સિઝન

હાલ લગ્નની પણ સિઝન ચાલી રહી છે. લોકો ચોરી અને મંડપમાં રિયલ ફુલોથી ડેકોરેશન કરવાનો આગ્રહ રાખે છે. પરિણામે હાલમાં ફુલોની પણ ડિમાંડ વધારે છે. માત્ર ગુલાબ જ નહી, ઓર્કિડ, તુલીપ, લીલી, જેવા વિદેશી ફુલો પણ હાઇ ડિમાન્ડમાં છે. લગ્નોમાં ગાડીના ડેકોરેશન તથા મંડપ ડેકોરેશનમાં લોકોમાં વિદેશી ફૂલોની માંગ વધી છે. પરિણામે હાલમાં ફુલોના ભાવમાં પણ વધારો નોંધાયો છે.

આ  પણ  વાંચો  Bilkis Bano Case : ગુજરાત સરકાર ફરી પહોંચી સુપ્રીમ કોર્ટ, દાખલ કરી પુનર્વિચારની અરજી