Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VAISHALI JOSHI CASE : PI બી.કે.ખાચરની જામીન અરજી પર સુનાવણી

11:02 AM Mar 20, 2024 | Harsh Bhatt

અમદાવાદમાં મહિલા ડૉકટરના આપઘાત કેસમાં PI બી.કે.ખાચરની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે. બી.કે.ખાચરે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. ત્યારે સેશન્સ કોર્ટમાં આ બાબત અંગે આજે સુનાવણી હાથ ધરાશે. ડૉ. વૈશાલી દવેએ ક્રાઈમ બ્રાન્ચના આંગણે આપઘાત કર્યો હતો. મૃતકના પરિવારજનોએ PI ખાચર સામે આ કેસમાં ફરિયાદ નોંધાવી હતી. PI ખાચર સામે આત્મહત્યા દુષ્પ્રેરણાની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.

ક્રાઇમ બ્રાંચ ઓફિસના ગેટ બહાર મળ્યો હતો વૈશાલી જોશીનો મૃતદેહ 

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ઓફિસના ગેટ બહાર મહિલા તબીબ વૈશાલી જોશીનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલા તબીબની રહસ્યમય મોતની ઘટનાએ ચકચાર મચાવી હતી. પ્રાથમિક તપાસ મુજબ, ડૉ. વૈશાલી જોશી અને EOW ના PI બી.કે. ખાચર વર્ષ 2020 થી ઇન્સ્ટાગ્રામના માધ્યમ દ્વારા એકબીજાના સંપર્કમાં હતા. મૃતક વૈશાલી જોશીની ડાયરીમાં 15 પેજનું લખાણ મળી આવ્યું હતું અને તેમાં PI ખાચર સાથે પ્રેમસંબંધ હોવાની હકીકત સામે આવી હતી.

PI બી.કે. ખાચર ફરાર

મૃતક પાસેથી મળી આવેલી સુસાઈડ નોટમાં લખેલું હતું કે, તેનો અંતિમ સંસ્કાર PI બી.કે. ખાચર કરે. ત્યારે આ મામલાએ રાજ્યભરમાં ખળભળાટ મચાવી દીઘો હતો. અમદાવાદ પોલીસ મહિસાગરના ડેભારી ગામે પહોંચી હતી. અમદાવાદ પોલીસ દ્વારા તેના પરિવારજનો સાથે 10 કલાક જેવો સમય પસાર કરીને ઘટનાક્રમ અંગે નિવેદન લેવામાં આવ્યું હતું. અમદાવાદ પોલીસ દ્વારા મૃતક પાસેથી મળેલી  સુસાઈડ નોટને તેના પરિવારજનોને વંચાવી હતી.આ મામલે PI બી.કે. ખાચર સામે આખરે ગુનો નોંધાયો હતો. જો કે PI બી.કે. ખાચર ફરાર છે.

આ પણ વાંચો : Tapi : RTI એક્ટિવિસ્ટની હત્યા મામલે બે આરોપીની ધરપકડ, જમીન વેચવા બાબતે કરાઈ હત્યા!