Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Vadodara: પાદરામાં મિત્રો સાથે વાતચીત કરતા-કરતા યુવક અચાનક ઢળી પડ્યો, સારવાર મળે એ પહેલા મોત

07:23 PM Mar 06, 2024 | Hiren Dave

Vadodara : રાજ્યભરના મોટાભાગના મહાનગરોમાં છેલ્લા ઘણા સમયથી યુવાવસ્થામાં તેમજ બાળ અવસ્થામાં હૃદય રોગના હુમલાના Heart attack) કારણે મોત નિપજવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે જે ઘણી ચિંતાજનક બાબત છે. ત્યારે વડોદરા (Vadodara) જિલ્લાના પાદરા તાલુકામાં ખાનગી કંપનીમાં નોકરી કરતા 44 વર્ષીય યુવક કંપનીમાં મિત્રો સાથે બેઠો હતો તે દરમિયાન હૃદય રોગનો હુમલા આવતા યુવક બેભાન થઇ ઢળી પડતા તાત્કાલિક યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કરતા પરિવાર સહિત સહકર્મીઓમાં માતમ છવાઈ ગયો હતો

 

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામે સુથારીપુરામાં રહેતા અને મુજપુર ગામની સીમામાં આવેલ ગુલબ્રાન્ડશન કંપનીમાં નોકરી કરતા 44 વર્ષીય રમેશભાઇ ચતુરભાઇ ગોહિલ ગતરોજ વહેલી સવારના ગુલબ્રાન્ડશન કંપનીમાં પોતાની ફરજ પર તૈનાત થઇ ગયા હતા અને બપોરના સમયે કંપનીમાં LSM વિભાગમાં આવેલ પાટલી ઉપર બેસી મિત્રો સાથે વાતચીત કરતા હતા તે દરમ્યાન અચાનક તેઓને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડતા તેઓ પાટલી પર જ ઢળી પડ્યા હતા

 

મિત્રો સાથે વાતચીત કરતા કરતા રમેશભાઇ અચાનક ઢળી પડતા કંપનીના મિત્રો તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ડભાસા ક્રોસરોડ હોસ્પીટલ ખાતે લઇ ગયા હતા જયાં ફરજ ઉપરના તબીબે રમેશભાઈને મૃત જાહેર કરતા તેમના મિત્રોમાં ગમગીની છવાઈ ગઈ હતી અને હોસ્પિટલ ખાતે દોડી આવેલ મૃતક રમેશભાઈના પરિવારના આક્રંદ થી હોસ્પિટલમાં સન્નાટો પથરાઈ ગયો હતો પ્રાથમિક તારણ અનુસાર રમેશભાઈનું મોત હ્રદય રોગના હુમલાના કારણે નીપજ્યું હોવાનું પરિવારે જાણાવ્યું હતું

અહેવાલ -રિપોર્ટર વિજય માલી પાદરા—વડોદરા 

આ  પણ  વાંચો – Surat Bus Accident : કામરેજમાં મુસાફરોથી ભરેલી બસ કેનાલમાં ખાબકી

આ પણ  વાંચો – Vadodara : ડભોઇ પોલીસ મથક હદ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા