Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : 1 લાખની વસ્તી વચ્ચે કાર્યરત ડમ્પીંગ યાર્ડ દુર કરવા માંગ

04:22 PM Apr 01, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરાના કિશનવાડી-ગધેડા માર્કેટ આસપાસ 1 લાખ જેટલા લોકોની વસ્તી વચ્ચે કાર્યરત પાલિકા (VMC) ના ડમ્પયાર્ડને લઇને મુશ્કેલી પડી રહી છે. જેને કારણે આજે યુથ કોંગ્રેસના આગેવાનો દ્વારા આ વાતનો વિરોધ કરવા માટે કચરાની હોળીનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો. જેને લઇને તેઓ કાર્યક્રમ શરૂ કરે તે પહેલા જ વારસીયા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. પાલિકા દ્વારા આસપાસ રહેતા લોકોની મજબુરી નહિ સમજતા રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

લોકો દુર્ગંઘ વચ્ચે જીવવા મજબુર બન્યા

વડોદરાના કિશવાડી-ગધેડા માર્કેટ નજીક કચરો નાંખવાની ખુલ્લી જગ્યાનો ઉપયોગ પાલિકા દ્વારા પણ ડંમ્પીંગ યાર્ડ તરીકે કરવામાં આવી રહ્યો છે. આસપાસમાં એક લાખ લોકોની વસ્તી હોવાનું મનાઇ રહ્યું છે, તેવા કિશનવાડી-ગધેડા માર્કેટ વિસ્તારમાં લોકો દુર્ગંઘ વચ્ચે જીવવા મજબુર બન્યા છે. ત્યારે આજે યુથ કોંગ્રેસ દ્વારા આ મામલો ઉજાગર કરવા માટે કચરાની હોળીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. કોંગી કાર્યકરો સ્થળ પર પહોંચે તેવામાં ત્યા પોલીસ પણ હાજર હતી.

પાલિકાની હાય હાય બોલાવી

વડોદરા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા સહિત ગણતરીના આગેવાનો કિશનવાડી-ગધેડા માર્કેટ ખાતે પોસ્ટર લઇને વિરોધ કરવા પહોંચ્યા હતા. તેમની મુખ્ય માંગ ડમ્પીંગ યાર્ડને સત્વરે અહિંયાથી દુર કરવાની હતી. તેમણે સ્થળ પર પાલિકાની હાય હાય બોલાવી અને ગંદકી દુર કરવાના સુત્રોચ્ચાર કર્યા હતા.

પોલીસને આગળ કરવામાં આવી

પવન ગુપ્તા જણાવે છે કે, પાલિકાએ કિશનવાડી વિસ્તારમાં 1 લાખની વસ્તી વચ્ચે ડમ્પીંગ યાર્ડ બનાવ્યું છે. પાછલા ઘણા સમયથી ડમ્પીંગ યાર્ડ દુર કરીને કિશનવાડીને સ્વચ્છ બનાવવા માટે અમે વારેઘડીએ રજૂઆત કરતા આવ્યા છીએ. આજે કિશનવાડી ડમ્પીંગ યાર્ડનો વિરોધ કરવા આવ્યા છીએ, ત્યારે પોલીસને આગળ કરવામાં આવી છે. જ્યાં સુધી ડંમ્પીંગ યાર્ડ હટાવવામાં નહિ આવે ત્યાં સુધી આનો વિરોધ ચાલુ જ રહેશે.

8 વર્ષથી અમે મુશ્કેલી વેઠી રહ્યા છે

સ્થાનિક મહિલા જણાવે છે કે, નાના છોકરા બિમાર પડે છે. તમે હમણાં ગલીમાં જાઓ તો ગંધાય છે. છેલ્લા 8 વર્ષથી અમે મુશ્કેલી વેઠી રહ્યા છે. વોટ લેવા આવે છે, કોઇ નેતા આવતું નથી. અમે સરકારના વેરા પણ ભરીએ છીએ. કોઇ જોવા નથી આવતું. ગટર ઉભરાવવાની પણ સમસ્યા છે.

આ પણ વાંચો —VADODARA : પાલિકાની ટીમે પકડેલા આંખલાનું મોત, અગ્રણી કોર્ટ સુધી લડવા તૈયાર