Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : વાઘોડિયા બેઠક પર દબંગ મધુ શ્રીવાસ્તવે ફોર્મ પરત ખેંચ્યું, કોંગ્રેસને ટેકો જાહેર

02:06 PM Apr 22, 2024 | PARTH PANDYA

VADODARA : વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા (WAGHODIA BY ELECTION – 2024) બેઠક પર પેટા ચૂંટણી માટેનું અપક્ષ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે. અને તેમણે કોંગ્રેસના ઉમેદવારને ટેકો (SUPPORT CONGRESS CANDIDATE) કરવાની જાહેરાત કરી છે. જેને લઇને વાઘોડિયા વિધાનસભા બેઠક પર ત્રિપાંખીયો જંગ નહિ ખેલાય.

ચૂંટણી વધુ રસપ્રદ બનશે

વડોદરાની બહુચર્ચિત વાઘોડિયા વિધાનસભા બેઠક પર મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા ત્રિપાંખીયો જંગ ખેલાવવાની તૈયારી હતી. ત્યારે આજે ફોર્મ ખેંચવાના આખરી દિને તેમણે પોતાનું ફોર્મ ખેંચી લઇને કોંગ્રેસના કનુભાઇ ગોહિલને સપોર્ટ જાહેર કર્યો છે. જેને લઇને હવે આ બેઠકની ચૂંટણી વધુ રસપ્રદ બનશે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.

મારી વિનંતી છે કે, કોંગ્રેસને વોટ આપો

મધુ શ્રીવાસ્તવ જણાવે છે કે, ક્ષત્રિય સમાજના આગેવાન સાથે ગત રાત્રે મીટિંગ થઇ છે. મીટિંગમાં સમાજની બહુ બેટીઓ માટે બોલેલા તેના વિશે આખા ગુજરાતમાં સમાજ ભેગો થયો છે. અને તેને વખોડીએ છીએ. મારી ઉમેદવારી ખેંચવાનું કારણ છે કે, ક્ષત્રિય સમાજથી હું વાઘોડિયા વિસ્તારમાં 6 વખત ધારાસભ્ય બન્યો છું. ક્ષત્રિય સમાજના લીધે કોંગ્રેસને સપોર્ટ આપવા તૈયાર છું. કનુભાઇ વર્ષોથી કામો કરતા આવ્યા છે. સમાજ પણ તેમની સરાહના કરે છે. હું તેમને મારો સપોર્ટ આપું છું. બંને સીટ પર વાઘોડિયા ખાતે જંગી બહુમતી મળે તે માટે મારી તમામને વિનંતી છે. 6 વખત ચૂંટાઇને મને મોકલ્યો ત્યારે મેં સર્વે લોકોનું કામ કર્યું છે. મારી વિનંતી છે કે, કોંગ્રેસને વોટ આપો. અમે બંને મળીને કોંગ્રેસના કામો કરીશું તેવી ખાતરી આપું છું.

પ્રજાના હિતમાં કોઇ પણ ખેસ પહેરશે

વધુમાં મધુ શ્રીવાસ્તવ જણાવે છે કે, અગાઉ ભાજપના ઉમેદવારને સપોર્ટ કરવાની જાહેરાત કરી હતી. તેનો આધાર આજે નથી રહ્યો. અમે તેના આધારે હતા કે મામલે સમાધાન થઇ જશે. ક્ષત્રિય સમાજ અને ભાજપ વચ્ચે કોઇ સમાધાન નથી થયું. વડોદરા લોકસભા બેઠક અને વાઘોડિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ક્ષત્રિય સમાજના આગેવાનો છે. એટલે મારે બંનેને સપોર્ટ આપવાનું જાહેર કરું છું. ગત વિધાનસભાની ચૂંટણીમાં 10 દિવસના ગાળામાં ટીકીટ કાપી હતી. એટલે 14 હજાર મત મળ્યા હતા. મધુભાઇ પ્રજાના હિતમાં કોઇ પણ ખેસ પહેરશે.

વડોદરા અને વાઘોડિયાના વિકાસમાં ત્વરિત હાજર રહીશું

વાઘોડિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કનુભાઇ ગોહિલ જણાવે છે કે, છેલ્લા 1 મહિનાથી રાજ્યમાં જે પરિસ્થિતીનું નિર્માણ થયું છે. કોઇ પણ સમાજની બહેન-દિકરી માટે ટીપ્પણી કરવી યોગ્ય નથી. તેને લઇને તેમનું દિલ દુભાયું છે. અમે વર્ષ 2017 માં મધુભાઇને મદદ કરી હતી. મધુભાઇને લાગ્યું કે, તમને વડોદરા અને વાઘોડિયાની જનતાના આશિર્વાદ મળે તેવું લાગી રહ્યું છે. તમારી સાથે વડોદરા, વાઘોડિયાની કાંઠા વિસ્તારનું તમને સમર્થન મળી રહ્યું છે. આવનાર સમયમાં સાથે મળીને વડોદરા અને વાઘોડિયાના વિકાસમાં ત્વરિત હાજર રહીશું. જનતાના અધૂરા કામો પૂર્ણ કરવા માટે ખાતરી આપીએ છીએ. અમે જંગી બહુમતીથી જીતીશું.

આ પણ વાંચો — VADODARA : સુરતના હાઇ વોલ્ટેજ પોલીટીકલ ડ્રામાને લઇ શહેરમાં ઉત્તેજના વ્યાપી