Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : મતદાન કર્યાની નિશાની અપાવશે ભારે ડિસ્કાઉન્ટનો લાભ

02:26 PM Apr 24, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી (LOKSABHA GENERAL ELECTION – 2024) તા. ૭ મે, ૨૦૨૪ ના રોજ યોજાનાર છે. ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્રના સઘન પ્રયાસોમાં હવે વડોદરા શહેરના કેમિસ્ટ અને ડ્રગીસ્ટ એસોસિએશન, અપોલો ફાર્મસી, મેડકાર્ટ ફાર્મસી સહિત માંજલપુર, મકરપુરા, તરસાલી, માણેજા અને ગોરવા વિસ્તારના કેમિસ્ટ્સ જોડાયા છે.

સ્ટોરના પ્રવેશ દ્વારે મતદાન જાગૃતિના સ્ટીકર

મંગળવારે આ એસોસિએશનની ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશનર સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આ એસોસિએશન દ્વારા મતદાન કરીને તેની નિશાની બતાવ્યા બાદ મેડિકલ સ્ટોર પરથી ૧૦ થી ૧૫ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એસોસિએશન દ્વારા શહેરના મેડિકલ સ્ટોર પર ૧૫૦૦ જેટલા મતદાન જાગૃતિ અંગેના સ્ટીકર તેમજ જાહેર સ્થળોએ મતદાન જાગૃતિ માટેના બેનર લગાવવામાં આવનાર છે. મેડિકલ સ્ટોરના પ્રવેશદ્વારે મતદાન જાગૃતિના સ્ટીકર પણ મૂકવામાં આવ્યા છે.

વિવિધ આયોજનો કરવા અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો

ગતરોજ આયોજિત બેઠકમા લોકસભા સામાન્ય ચૂંટણી આગામી ૭મી મે ૨૦૨૪નાં રોજ યોજાનાર છે ત્યારે લોકશાહી નો સૌથી મોટા પર્વ એટલે કે ચૂંટણી ૨૦૨૪ માં વડોદરા શહેર વિસ્તારના તમામ ધંધાર્થીઓ દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે વિવિધ આયોજનો કરવા અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.

રબર સ્ટેમ્પ બનાવી આપવા ચર્ચા

બેઠકમાં તમામ એસોસિએશન દ્વારા તેમના સભાસદો/સભ્યો દ્વારા મતદાન અવશ્ય કરવા બાબતનાં બેનર લગાવવા ,મતદાન ના દિવસે મત આપી ને આવેલ મતદારને પ્રોત્સાહક ડિસ્કાઉન્ટ આપવું, સિનેમા ખાતે શક્ય હોય તો મતદાન જાગૃતિના સેલ્ફી પોઈન્ટ મુકવા, હોટલ/રેસ્ટોરન્ટમાં મતદાન જાગૃતિ વધારવા અંગેની રંગોળી બનાવવી, દરેક દુકાન રેસ્ટોરન્ટ દ્વારા દરેક બિલમાં શક્ય હોય તો મતદાન જાગૃતિ નો રબર સ્ટેમ્પ બનાવી આપવા ચર્ચા કરવામાં આવી હતી.

મલ્ટીપ્લેકશ એસોસિએશન ના હોદેદારો ઉપસ્થિત

તેમજ અન્ય એસોસિએશન પણ પેકિંગ પ્રોડક્ટમાં પણ મતદાન જાગૃતિ અંગેના સ્ટીકર લગાવવા તથા મતદાન વધારવા માટે પ્રયત્નો કરવા અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી તથા મતદાન અંગેના સંકલ્પ પત્ર મુજબ પોતે તથા પોતાના તાબાહેઠળ કામ કરતા તમામને અવશ્ય મતદાન કરાવવા સંકલ્પબદ્ધ થયા હતા.આ બેઠકમા વડોદરાના મલ્ટીપ્લેકશ એસોસિએશન ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો — VADODARA : ભંડારામાં પ્રસાદી લેવા ગયેલી મહિલાએ સોનાની ચેઇન ગુમાવી