Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : રજાના દિવસે પણ પાલિકાની કચેરી જઇ વેરો ભરી શકાશે, વ્યાજ માફી યોજના 31 માર્ચ સુધી લાગુ

01:32 PM Mar 29, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VMC) દ્વારા રજાના દિવસે પણ વેરો ભરી શકાય તે માટે પાલિકાની કચેરીઓ ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ પાલિકાનો વેરો ભરવા માટે લાગુ કરવામાં આવેલી આકર્ષક વ્યાજ માફીની સ્કિમ 31 માર્ચ સુધી અમલમાં રહેશે. આ દરમિયાન નાગરિકો પાલિકાની વેબસાઇટ પર ઓનલાઇન વેરો પણ ભરી શકે તેવી વ્યવસ્થા પણ છે. અત્યાર સુધી પાલિકાને વેરાની રૂ. 650 કરોડની આવક થઇ છે. જે મહત્વકાંક્ષી 672 કરોડના ટાર્ગેટથી રૂ. 22 કરોડ દુર છે.

આકર્ષક વ્યાજ માફીની યોજના માફી

વડોદરા પાલિકા દ્વારા મિલકતવેરાની કડકાઇ પુર્વક વસુલાત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ બાકી મિલકતવેરો ભરપાઇ કરવા માટે રહેણાક મિલકતો મારે 70 ટકા અને બિન રહેણાંક મિલકતો માટે 50 ટકા વ્યાજ માફીની આકર્ષક યોજના પણ અમલમાં મુકવામાં આવી છે. પાલિકા દ્વારા આ અંગે અત્યાર સુધી 57,881 બિન રહેણાંક મિલકતોને સિલ કરવામાં આવી છે. જ્યારે રહેણાંક મિલકતોને કુલ 67,574 વોરંટ ઇશ્યુ કર્યા છે. તેમજ બાકી વેરાને લઇને 1,26,679 મિલકતોને નોટીસ પાઠવવામાં આવી છે.

વસુલાતના ટાર્ગેટથી રૂ. 22 કરોડ દુર

ગતરોજ પાલિકા તંત્રને માસ સીલીંગની કામગીરી થકી રૂ. 3.60 કરોડની આવક થઇ હતી. જેથી કુલ વેરાની વસુલાતનો આંક રૂ. 650.58 કરોડ પહોંચ્યો છે. પાલિકા દ્વારા વેરા વસુલાતનો મહત્વકાંક્ષી ટાર્ગેટ રૂ. 672 કરોડ રાખ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. હાલ પાલિકા તેના વેરા વસુલાતના ટાર્ગેટથી રૂ. 22 કરોડ દુર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઓનલાઇન અને ઓફલાઇન વેરો ભરી શકે તેવી વ્યવસ્થા

પાલિકા દ્વારા આકર્ષક વ્યાજ માફીની યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં રહેણાક મિલકતો મારે 70 ટકા અને બિન રહેણાંક મિલકતો માટે 50 ટકા વ્યાજ માફી મળશે. આ યોજના 31, માર્ચ સુધી જ અમલી છે. આવનાર દિવસોમાં રજા હોવાથી નાગરીકો રજાના દિવસે પણ ઓનલાઇન અને ઓફલાઇન વેરો ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

તમામ વોર્ડ કચેરીઓ ચાલુ રહેશે

પાલિકાના સુત્રો જણાવી રહ્યા છે કે, રજાના દિવસોમાં મિલકત વેરો ભરપાઇ કરવા માટે તમામ વોર્ડ કચેરીઓ ચાલુ રહેશે. જેથી ઓફલાઇન લોકો વેરો ભરી શકે. સાથે જ પાલિકાની વેબસાઇટ પર જઇને ઓનલાઇન પણ વેરો ભરી શકાશે. પાલિકાની વેબસાઇટ પર જઇને પણ ભરી શકાશે. હાલની સ્થિતીએ વ્યાજ માફીની યોજનાનો અંતિમ દિવસ 31, માર્ચ છે.

આ પણ વાંચો —VADODARA : 11 માસથી અપહ્યત સગીરા સુરતથી મળી આવી