Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : પાલિકાની ટીમે પકડેલા આંખલાનું મોત, અગ્રણી કોર્ટ સુધી લડવા તૈયાર

03:12 PM Apr 01, 2024 | PARTH PANDYA

VADODARA : આજે વડોદરા પાલિકા (VMC) ની ટીમ દ્વારા વારસીયામાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં એક આંખલાની અટકાયત કર્યા બાદ તેનું મોત થયાનો કિસ્સો સામે આવ્યો છે. પાલિકાની ટીમ દ્વારા આંખલાને માર મારવામાં આવ્યો હોવાથી તેનું મૃત્યુ નિપજ્યું હોવાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે. પાલિકાની આ કામગીરીને લઇને કોર્ટ સુધી જવાની તૈયારી માલધારી સમાજના અગ્રણીએ બતાવી છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

અંદર જવાના રસ્તે તાળુ મારી દેવામાં આવ્યું

વડોદરા પાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી ક્યારે સરળ હોતી નથી. ક્યારેક પકડેલા ઢોર છોડાવી જવામાં આવે છે, તો ક્યારેક ઢોર પકડતી વેળાએ સ્થાનિકો સાથે ઘર્ષણનો સામનો કરવો પડે છે. તેવામાં આજે પાલિકા તંત્રની ગંભીર બેદરકારી છતી કરતો કિસ્સો સામે આવ્યો છે. આજે પાલિકાની ઢોર પાર્ટી દ્વારા અટકાયત કરવામાંં આવેલા આંખલાનું મોત થયાનો કિસ્સો સામે આવ્યો છે. આંખલાને લાલબાગ ઢોર ડબ્બા ખાતે લઇ આવવામાં આવ્યો છે. લાલબાગ ઢોર ડબ્બા પાસે તમામ માલધારીઓ એકત્ર થયા છે. પાલિકાના ઢોર ડબ્બામાં અંદર જવાના રસ્તે તાળુ મારી દેવામાં આવ્યું છે. અને માલધારીઓ હોય કે મીડિયા કોઇને પણ અંદર પ્રવેશમાં આપવામાં આવતો નથી. જેને લઇને માલધારીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

આંખલાને ટપ્પા મારી મારીને મારી નાંખવામાં આવ્યો

સમાજ અગ્રણી જીવણભાઇ જણાવે છે કે, બે દિવસથી સોશિયલ મીડિયામાં આંખલાએ ભાજપી ગાડીઓ પર હુમલો કર્યો હોવાનું જોવા મળી રહ્યું છે. તેનો રોષ અહિંયા નિકળતો હોવાનું લાગી રહ્યું છે. પહેલા ગાયોને મારી નાંખવામાં આવી હોવાનો મુદ્દો મેં ઉપાડ્યો હતો. માલધારીઓના જણાવ્યા પ્રમાણે, આંખલાને ટપ્પા મારી મારીને મારી નાંખવામાં આવ્યો છે. જેની નોકરી છે, તે હાજર નથી. જેવા માલધારીઓ આવ્યા એટલે તેઓ રફુચક્કર થઇ ગઇ છે. આ લોકોને આચાર સંહિતા કેમ લાગતી નથી. પ્રાણીનો જીવ લે છે, માલધારી ફરિયાદ કરશે. આના પડઘા ગાંધીનગર સુધી લડશે. સરકાર ગાયો પર અત્યાચાર કેમ કરે છે. વડોદરાના મેયરને પણ રજૂઆત કરવામાં આવશે. તે બાદ કોર્ટમાં પણ જવાની તૈયારી છે.

આ પણ વાંચો —VADODARA : આંબા પરથી કેરી તોડ્યા બાદ જમીન મામલે પરિવારમાં ધીંગાણું