Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : પીવા લાયક પાણી ગટરમાં વહી જતા આક્રોશ

04:07 PM Mar 24, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના ફતેગંજ વિસ્તારમાં પાલિકા દ્વારા પીવા લાયક પાણીનો વેડફાટ થતો જોવા મળતા સ્થાનિકો આક્રોશિત થયા છે. ફતેગંજ પોસ્ટ ઓફિસ ચાર રસ્તા પાસે ખાડો ખોદીને પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અહિંયાથી સેંકડો લીટર પાણી રસ્તા પર વેડફાઇ જતા સામાજીક કાર્યકરે તંત્રને અરીસો બતાવ્યો છે. સામાજીક કાર્યકરે આરોપ મુકતા કહ્યું કે, છેલ્લા ત્રણ દિવસ જગ્યાને ખોદીને મુકી દેવામાં આવ્યું છે. અહિંયા પાણીના ખાબોચીયામાં બાળકો જોખમી રીતે મોજ મસ્તી કરી રહ્યા છે. જે બિલકુલ અયોગ્ય છે.

ત્રણ દિવસથી ખોદીને મુકી દેવામાં આવ્યુ

વડોદરામાં આજે પણ કેટલાય વિસ્તારોમાં પાણીની મોકાણ સર્જાય છે. તો બીજી બાજુ કેટલીક જગ્યાઓ પર પાણી દુર્ગંધ મારતું અને ઉપયોગમાં ન લઇ શકાય તેવું આવી રહ્યું છે. આ વચ્ચે ફતેગંજ પોસ્ટ ઓફિસ સાર રસ્તા પાસે પાલિકા દ્વારા ખાડો ખોદી કામગીરી કરવામાં આવી છે. આ જગ્યાએ છેલ્લા ત્રણ દિવસથી ખોદીને મુકી દેવામાં આવી છે. અહિંયા સેંકડો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. આ રસ્તા પરથી રોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે ત્યારે લાખો લોકો આ બેદરકારી જોઇ રહ્યા છે.

ખાડો આશરે 7 – 10 ફૂટ ઉંડો

સામાજીક કાર્યકર જણાવે છે કે, ચોખ્ખુ પાણી ગટરમાં વહી રહ્યું છે. આ ખોદકામ વાળી જગ્યાએ ભરાયેલી ખાડામાં બાળકો સ્નાન કરી રહ્યા છે. આ જોખમી છે. અહિંયા પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા કોઇ જવાબદાર વ્યક્તિને મુકવામાં આવ્યો નથી. આમ, અનેક કારણોસર કોન્ટ્રાક્ટરની બેદરકારી ખુલવા પામી છે. ખાડો આશરે 7 – 10 ફૂટ ઉંડો લાગી રહ્યો છે. હવે પાલિકાના જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

ગંભીર ઘટના ફરી ન સર્જાય તે માટે તંત્રએ સ્પષ્ટ સુચન આપવું રહ્યું

અત્રે નોંધનીય છે કે, કેટલાય શહેરવાસીઓ પાણીની સમસ્યા ભોગવી રહ્યા હોય તેવા સમયે આ પ્રકારે પાણીનો વેડફાટ પાલિકા તંત્રનુ અણવઆવડત છતું કરે છે. જાહેર માર્ગ પર ચોખ્ખુ પાણી ગટરમાં વહી જતું અટકાવવા માટે તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જોઇએ. અને આ પ્રકારની ગંભીર ઘટના ફરી ન સર્જાય તે માટે તંત્રએ સ્પષ્ટ સુચન આપવા જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ઉનાળાની શરૂઆતમાં પાણીની બુમો ઉઠવા પામતી હોય, ત્યારે ભર ઉનાળે કેવી સ્થિતી સર્જાય તેની કલ્પના જ કરવી મુશ્કેલ છે.

આ પણ વાંચો —VADODARA : હીટ એન્ડ રન, કાર ચાલકે ટક્કર મારી દંપતીને ફંગોળ્યા, ભાગવા જતા બાઇક ઢસડી