Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : VMC ની ટીમે લીધેલા 28 ખાદ્યપદાર્થોના નમુના “નાપાસ”, વાંચો યાદી

01:14 PM Apr 08, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા મહાનગર પાલિકાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી એકત્ર કરવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમુનાની ચકાસણીના લેબોરેટરી ટેસ્ટનું પરિણામ સામે આવ્યું છે. જેમાં 28 સ્થળોના ખાદ્યપદાર્થોના નમુના નાપાસ થયા છે. આ નમુનાઓમાં મીઠાઇ-ફરસાણથી લઇને પ્રીપેર્ડ ફુડનો સમાવેશ થાય છે. પાલિકાના રીપોર્ટમાં 2 નમુના અનસેફ, 1 નમુનો સબ સ્ટાન્ડર્ડ અને અનસેફ તથા 25 નમુના સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે.

પાલિકાની ટીમે નમુના લીધા

વડોદરા પાલિકાની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા ખાસ કરીને તહેવારો ટાણે સહિત વર્ષભર ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. ચેકીંગની કામગીરીમાં શંકાસ્પદ લાગતા ખાદ્યપદાર્થોના નમુના લઇને લેબોરેટરીમાં ચેકીંગ માટે મોકલી આપવામાં આવતા હોય છે. જેના પરિણામો અંદાજિત 15 દિવસ જેટલા સમયગાળા બાદ સામે આવતા હોય છે. તાજેતરમાં પાલિકાની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી દુકાનો, હોટલ અને ફુડ જોઇન્ટમાંથી મીઠાઇ, ફરસાણ, મસાલા, પનીર, જ્યુસ, ખાદ્યતેલ, રો-મટીરિયલ્સ, આઇસક્રિમ અને પ્રિપેડ ફુડના નમુના લીધા હતા. જેને વધુ તપાસ અર્થે પાલિકાની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જેના પરિણામો સામે આવ્યા છે. જેમાં 28 સ્થળોએથી લેવામાં આવેલા નમુના નાપાસ થયા છે.

ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ

પાલિકા સુત્રોના જણાવ્યા અનુસાર, નાપાસ થયેલા નમુના જે દુકાન, હોટલ અથવા ફુડ જોઇન્ટમાંથી લેવામાં આવ્યા હોય તેઓની સામે ફુડ સેફ્ટી એક્ટ અન્વયે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પાલિકા તંત્રની કામગીરીની લોકોમા્ં સરાહના થઇ રહી છે, તો બીજી તરફ ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટની લાગણી જોવા મળી રહી છે.

આ પણ વાંચો —  VADODARA : સિનિયર નેતાનું દર્દ છલકાયું, ઉમેદવાર બદલવાથી લઇ ચૂંટણી પ્રચાર અંગે કરી મોટી વાત