Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : કારમાં ઠાંસીઠાંસીને ભરેલો દારૂનો જથ્થો ઝડપાયો

05:47 PM Apr 08, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) ના વરણામા પોલીસ મથક (VARNAMA POLICE STATION) વિસ્તારમાંથી કારમાં ઠાંસીઠાંસીને ભરી લઇ જવામાં આવતો દારૂનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે. ચાલકે દુરથી પોલીસ જોતા જ તે નાસી છુટ્યો હતો. હાલ પોલીસે રાજસ્થાન પાર્સિંગની કારને દારૂના જથ્થા જોડે પકડી પાડી છે. અને ફરાર ચાલકને પકડી પાડવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

ઇટોલા ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી

વરણામા પોલીસની વિવિધ ટીમો પ્રોહિબીશન અને જુગારના કેસો શોધી કાઢવા માટે સતત સક્રિય હોય છે. તાજેતરમાં ટીમને બાતમી મળી હતી કે, રાજસ્થાન પાર્સિંગની નંબર પ્લેટ ધરાવતી કારમાં ભારતીય બનાવટો દારૂ લાવવામાં આવી રહ્યો છે. આ કાર ભરૂચથી વડોદરા તરફ આવી રહી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસની ટીમ દ્વારા નેશનલ હાઇવે – 48 પર ઇટોલા ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી.

ઠાંસી ઠાંસીને ભરેલો દારૂનો જથ્થો મળી આવ્યો

દરમિયાન બાતમીવાળી કાર દેખાતા જ તેનો રોકવા માટેનો ઇશારો કરવામાં આવ્યો હતો. કાર ચાલક પોલીસનો ઇશારો જોઇને ઉભો રહેવાની જગ્યાએ સ્થળ પરથી નાસી છુટ્યો હતો. જે બાદ પોલીસે તેની પાછળ કારનો કાફલો દોડાવ્યો હતો. તેવામાં ધનીયાવી ગામની સિમમાં સીંગલ પટ્ટી રોડ પર દારૂ ભરેલી કાર ચાલક મુકીને નાસી ગયો હતો. પોલીસ દ્વારા આ કારનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવતા તેમાં ઠાંસી ઠાંસીને ભરેલો દારૂનો જથ્થો મળી આવ્યો છે.

શખ્સની ધરપકડ કરવાના ચક્રોગતિમાન

ઉપરોક્ત કાર્યવાહીમાં પોલીસને રૂ. 50 હજાર ઉપરાંતનો વિદેશી દારૂ-બિયર મળી આવ્યો છે. સાથે જ મોબાઇલ અને કાર મળીને કુલ. રૂ. 4.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ આ મામલે વરણામા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે દારૂની હેરાફેરી કરનાર શખ્સની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા છે. આરોપીની ધરપકડ બાદ જ દારૂ ક્યાંથી લઇને ક્યાં લઇ જવામાં આવનાર હતો સહિતના સવાલોના જવાબ મળશે.

બુટલેગરોના મનસુબા તોડવા પોલીસ મેદાને

અત્રે નોંધનીય છે કે, હાલ દેશભરમાં લોકસભા – 2024 ની ચૂંટણીને લઇને આદર્શ આચાર સંહિતા લાગુ છે. ચૂંટણી મુક્ત અને ભય મુક્ત કરાવવા માટે તંત્ર કમર કસી રહ્યું છે. તો સાથે જ પોલીસ તંત્ર દ્વારા બુટલેગરોના મનસુબા તોડી પાડવા માટે મહેનત કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો —  VADODARA : સ્લેટ-પેન પકડવાની ઉંમરે બાળકના હાથમાં બાઇકનું સ્ટીયરિંગ