Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : વાઘોડિયા બેઠક પર ત્રિપાંખીયો જંગ, દબંગ નેતા અપક્ષ ઉમેદવારી નોંધાવશે

03:07 PM Apr 17, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના વાઘોડિયા વિધાનસભા (VAGHODIA VIDHANSABHA) બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાવવા જઇ રહ્યો છે. આજે પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ (MADHU SRIVASTAV) દ્વારા વાઘોડિયા વિધાનસભા બેઠક માટે નામાંકન પત્ર આવતી કાલે ભરવા જવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. વાઘોડિયા વિધાનસભા બેઠક પર મધુ શ્રીવાસ્તવની અપક્ષ ઉમેદવારી કોને ફાયદો અને કોને નુકશાન કરાવે છે તે આવનાર સમય જ કહેશે.

બંને ઉમેદવારો દ્વારા નામાંકન પત્ર ભરી દેવામાં આવ્યું

વડોદરામાં વાઘોડિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી અને લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. વાઘોડિયા બેઠક પર અપક્ષ ચૂંટાઇ આવેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. આ વખતે ભાજપે તેમને ઉમેદવાર બનાવ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પીઢ નેતા કનુભાઇ ગોહિલને ટીકીટ આપી છે. બંને ઉમેદવારો દ્વારા નામાંકન પત્ર ભરી દેવામાં આવ્યું છે. ત્યારે આજે વાઘોડિયા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ દ્વારા બીજી વખત ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

વિજય મુહૂર્તમાં અપક્ષ ઉમેદવારી નોંધાવશે

મધુ શ્રીવાસ્તવ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં તેઓ આવતી કાલે વિજયના સંકલ્પ સાથે વિજય મુહૂર્તમાં વાઘોડિયા વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવશે. મધ્યસ્થ કાર્યાલય, ધીરજ ચોકડીથી તેઓ મામલતદાર કચેરી જઇને ઉમેદવારી નોંધાવશે. જેને લઇને વાઘોડિયા બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાશે તે નક્કી છે. જો કે, મધુ શ્રીવાસ્તવ ગત ચૂંટણીમાં પણ અપક્ષ ઉમેદવારી કરી ચુક્યા છે. જેમાં તેમને હાલ મળી હતી.

કોંગ્રેસ મધુ શ્રીવાસ્તવને ટીકીટ આપે તેવી ચર્ચાઓ હતી

મધુ શ્રીવાસ્તવ દ્વારા અગાઉ ભાજપના ઉમેદવારને ટક્કર આપે તેવા ઉમેદવારને ટેકો આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જો તેમ નહિ થાય તો તેઓ જાતે જ ચૂંટણીમાં ઝંપલાવશે તેમ તેમણે ઉમેર્યું હતું. તાજેતરમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વડોદરા આવતા તેમની સાથે મુલાકાત કરી હતી. જે બાદ કોંગ્રેસ મધુ શ્રીવાસ્તવને ટીકીટ આપે તેવી ચર્ચાઓ વહેતી થઇ હતી. આજે તમામ ચર્ચાઓનો અંત આવ્યો છે. મધુ શ્રીવાસ્તનની અપક્ષ ઉમેદવારીથી કોને ફાયદો અને કોને નુકશાન થાય છે તે આવનાર સમયમાં સ્પષ્ટ થશે.

આ પણ વાંચો — VADODARA : રામનવમી પર્વ પર સેન્ટ્રલ જેલમાં ભક્તિરસ છલકાયો