Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : રોડ, પાણી અને સ્ટ્રીટ લાઇટની સમસ્યાને લઇ ચૂંટણી બહિષ્કાર

12:07 PM Mar 17, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના વડસર વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીના રહીશોએ આજે એકત્ર થઇને લોકસભા 2024 (LOKSABHA 2024) ની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિકો જણાવે છે કે, અહિંયા 10 વર્ષ (10 YEARS) પહેલા પ્રથમ સોસાયટી બની હતી. ત્યારથી રોડ, પાણી અને સ્ટ્રીટ લાઇટની માંગણી કરી રહ્યા છીએ. તમામ હોદ્દેદારોને રજુઆત બાદ પણ કોઇ નક્કર પરિણામ મળતું નથી. જેથી આજે તમામે એકત્ર થઇને ચૂંટણી બહિષ્કાની જાહેરાત કરી છે.

 

રજુઆતો બાદ પણ કોઇ નક્કર પરિણામ નહિ

વડોદરાના વડસર વિસ્તારમાં આવેલી મુદ્રા હાઇટ્સ, સાંસ્કૃતિ રેસીડેન્સી અને શ્રી અંબે એન્કલેવ – 1 ના રહીશો આજે એકત્ર થયા છે. અને છેલ્લા 10 વર્ષથી વિસ્તારમાં રોડ-રસ્તા, પાણી અને સ્ટ્રીટ લાઇટથી વંચિત રહેતા સામુહિક ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી છે. સમસ્યા અંગે અનેક રજુઆતો બાદ પણ કોઇ નક્કર પરિણામ નહિ મળતા આખરે સ્થાનિકોએ બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે.

ઘણા સમયથી અમે આજીજી કરી

સ્થાનિકો જણાવે છે કે, માંગ છેલ્લા 7 વર્ષથી અમે કરી રહ્યા છીએ. મેયર, કોર્પોરેટર, ધારાસભ્ય તમામને અમે રોડ, પાણી અને લાઇટની સમસ્યા અંગે જણાવી ચુક્યા છીએ. પરંતુ રજુઆતના અંતે કોઇ પરિણામ મળ્યું નથી. એટલે ના છુટકે અમારે ચૂંટણી બહિષ્કાર કરવો પડ્યો છે. ચૂંટણી આવી જ ગઇ છે, અમે જે કરવાના છીએ તેની જાહેરાત કરી દીધી છે. અમારી માંગ પુરી થવી જોઇએ. સાથે જ અમે કોઇને ઘુસવા નહિ દઇએ. ઘણા સમયથી અમે આજીજી કરી, અમે તમામને બોલાવ્યા, છતાં કંઇ થયું નથી

2500 ટીડીએસનું પાણી વાપરવા માટે મજબૂર

અગ્રણી જણાવે છે કે, અહિંયા પહેલી સોસાયટી 10 વર્ષ પહેલા બની છે. ત્યારથી આ માંગ છે. 2500 ટીડીએસનું પાણી વાપરવા માટે અમે મજબૂર બન્યા છીએ. જેની અમારા શરીર પર અસર જોવા મળી રહી છે. ચૂંટણી પહેલા આ સમસ્યાનું નિરાકરણ આવે તો અમને કોઇ વાંધો નથી. નહિ થાય તો બહિષ્કારની માંગણીને લઇને અમે અડગ છીએ.

ચોમાસામાં આરામથી બોટીંગ કરી શકાય

બહિષ્કારમાં જોડાયેલી મહિલાઓ જણાવે છે કે, બહુ જ તકલીફ પડી રહી છે. રોડ પર ખાડા બહુ છે. ચોમાસામાં પાણી ભરાઇ જાય છે. વાહનોની અવર-જવરની સમસ્યા છે. પાણી અને રોડ-રસ્તાની સમસ્યા દુર થાય તો અમે મતદાન કરીશું. ચોમાસામાં છોકરાની વાન આગળ ઉભી રહે, અને અમારે ત્યાં મુકવા જવું પડે. જો ચોમાસામાં અહિંયા નાવડી મુકવામાં આવે તો આરામથી બોટીંગ કરી શકાય તેવી સ્થિતી સર્જાતી હોય છે. બિલ્ડરે પૈસા ભર્યા છતા પણ અમને સુવિધાઓ આપવામાં આવતી નથી. આટલા ઉંચા ટીડીએસ સાથેનું પાણી સ્વાસ્થ્યની સમસ્યા સર્જી રહ્યું છે. નેતાઓએ વોટ માંગવાની સાથે કામ પણ કરવું જોઇએ.

આ પણ વાંચો —VADODARA : મળસ્કે રીક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત, ચાલક સારવાર હેઠળ