Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : કાર પર અચાનક ઝાડ પડતા ચાર લોકો દબાયા

10:22 AM Apr 15, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના કિર્તી સ્થંભ (KIRTI STAMBH) પાસેના નહેરૂભવન નજીક ગત રાત્રે અચાનક જતી કાર પર ઝાડ પડવાની ઘટના સામે આવી હતી. જેને લઇને કારમાં સવાર ચાર લોકો તેમાં ફસાયા હતા. આ અંગે સ્થાનિક કાઉન્સિલરને જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી. કારમાં દબાયેલા લોકોને સ્થાનિકોએ તાત્કાલિક બહાર કાઢી લીધા હતા. કાર જોઇને પરિવારનું બચવું મુશ્કેલ જણાતું હતું. પણ ચાલકે કહ્યું કે, ઉપરવાળાની દયાથી બચી ગયા છીએ.

ઘટનાએ સૌને વિચારતા કરી દીધા

સામાન્ય રીતે ચોમાસાની રૂતુમાં પવન ફુંકાવવા સાથે વરસાદને કારણે ઝાડ પડવાની ઘટનાઓ સામે આવતી રહે છે. પરંતુ ગતરાત્રે ઉનાળામાં જ અચાનક ઝાડ પડવાની ઘટના સામે આવી છે. જેણે સૌને વિચારતા કરી દીધા છે. વડોદરાના કિર્તી સ્થંભ પાસેના નહેરૂભવન નજીકથી એક પરિવાર કારમાં સિટીમાં જઇ રહ્યો હતો. તેવામાં અચાનક ઝાડ પડતા કારમાં સવાર ચાલ લોકો ચગદાયા હતા. ઘડાકા ભેર બનેલી ઘટનાને કારણે સ્થાનિકો દોડી આવ્યા હતા. અને બચાવ કામગીરી હાથ ધરી હતી. તો બીજી તરફ સ્થાનિક કાઉન્સિલર જાગૃતિબેન કાકાને જાણ થતા તેઓ પણ પહોંચ્યા હતા. અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ટીમ પહોંચી હતી. પરિવારને સ્થાનિકોએ હેમખેમ બહાર કાઢી લીધા હતા. તો બીજી તરફ મોડી રાત સુધી કાર પર પડેલું ઝાડ દુર કરવાની કામગીગી હાથ ધરવામાં આવી હતી.

લોકોએ બહાર કાઢ્યા

કાર ચાલક રોનક ગઢીયા જણાવે છે કે, અમે ચાર લોકો માંજલપુરમાંથી સિટીમાં જઇ રહ્યા હતા. દરમિયાન કાર પર ઝાડ પડ્યું છે. ઉપરવાળાની દયાથી બચી ગયા છીએ. લોકોએ મદદ કરીને અમને બહાર કાઢ્યા હતા.

ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી

ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ જણાવે છે કે, નહેરૂભવન પાસે રોડ પરથી કાર જઇ રહી હતી. તેવામાં અચાનક ઝાડ પડતા ચાર લોકો દબાઇ ગયા હતા. આ અંગે સ્થાનિક કાઉન્સિલર જાગૃતિબેન કાકાએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી. કારમાં ફસાયેલા લોકોને સ્થાનિકોએ બહાર કાઢી લીધા હતા. ટ્રી ટ્રીમીંગ ફાયર વિભાગનો વિષય નથી.

આ પણ વાંચો — Weather Forecast : 24 કલાક રાજ્ય માટે ભારે! આ જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ