Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : TRB જવાનને પોલીસની મદદની આશ

05:57 PM May 26, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરામાં ટીઆરબી (TRB) જવાનને અજાણ્યા ઇન્સ્ટાગ્રામ (INSTAGRAM) એકાઉન્ટ દ્વારા લગ્ન પૂર્વેના પ્રેમીકા સાથેના ફોટો વાયરલ (PHOTO VIRAL) કરી પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનો કિસ્સો સપાટી પર આવવા પામ્યો છે. આ મામલે જવાને સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી મેસેજ આવ્યો

સાયબર ક્રાઇમ પોલીસ મથક (VADODARA CYBER CRIME POLICE STATION) માં કમલભાઇ (નામ બદલ્યું છે) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ શહેરના પૂર્વ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. અને ચાર વર્ષથી ટીઆરબી જવાન તરીકે નોકરી કરી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. ફેબ્રુઆરી માસમાં તે વડોદરામાં ફરજ પર હાજર હતા. તેવામાં એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેમને મેસેજ આવ્યો હતો. તેની પ્રોફાઇલમાં તેમના લગ્ન પહેલાની પૂર્વ પ્રેમીકાનો ફોટો હતો. પરંતુ આઇડી તેનું લાગતું ન્હોતું.

ફોટો મોકલી રહ્યો છે

ત્યાર બાદ અજાણ્યા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેમને લગ્ન પહેલાની પ્રેમીકા સાથેનો ફોટો મોકલવામાં આવ્યો હતો. સામે તેમણે પુછ્યું કે, આ ફોટો ક્યાંથી મેળવ્યો છે. તો કોઇ જવાબ મળી શક્યો ન્હતો. આટલું જ નહિ અજાણ્યા શખ્સે ટીઆરબી જવાનના મિત્રો તથા લગ્ન પહેલાની પ્રેમીકાને ફોટો મોકલી રહ્યો છે. અને આ ફોટો એકાઉન્ટની સ્ટોરીમાં વગર મંજુરીએ મુકી વાયરલ કરીને તેમની પરેશાની વધારી રહ્યો છે. જેના અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસમાં અરજી કરવામાં આવી હતી.

કિસ્સાઓ છાશવારે સામે આવી રહ્યા છે

આ અરજીના અનુસંધાને વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અજાણ્યા ઇન્સ્ટાગ્રામ આઇડી ધરાવતા શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અને તે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ટરનેટના જમાનામાં સોશિયલ મીડિયાનો દુરઉપયોગ થવાના કિસ્સાઓ છાશવારે સામે આવી રહ્યા છે. લોકોએ સોશિયલ મીડિયાને ખપ પુરતો જ ઉપયોગ કરવો તેવું એક્સપર્ટ જણાવી રહ્યા છે. હવે ઉપરોક્ત મામલે પોલીસ કેટલા સમયમાં આરોપી સુધી પહોંચે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો — VADODARA : મધરાત્રે લોકર માથે ઉઠાવી તસ્કર ટોળકી ફરાર