Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ ચેતી જજો !

03:27 PM Apr 14, 2024 | PARTH PANDYA

VADDOARA : વડોદરામાં ટ્રાફિક પોલીસ (TRAFFIC POLICE) દ્વારા નિયમોનું પાલન નહિ કરનારાઓ સામે સખતાઇ પૂર્વક કામ લેવામાં આવી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં ટ્રાફિક પોલીસ દ્વારા આડેધડ ઉભી રાખતા રીક્ષા ચાલકો અને ધ્વનિ પ્રદુષણ ફેલાવનારા બુલેટ ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. અને અસંખ્ય વાહનો ડિટેઇન પણ કર્યા છે. જેને લઇને નિયમો નેવે મુકીને વાહન ચલાવનારાઓમાં ફફડાટ પેંસી જવા પામ્યો છે. તો બીજી તરફ ટ્રાફિક પોલીસની કામગીરીની ચોતરફથી પ્રશંસા હાથ ધરવામાં આવી રહી છે.

અવાજ માટે મોડીફાય સાયલેન્સર

વડોદરામાં રીક્ષા ચાલકો દ્વારા ખાસ કરીને રેલવે સ્ટેશન, એસટી ડેપો અને સિટી બસ સ્ટેન્ડ પાસે આડેધડ રીક્ષા ઉભી રાખવામાં આવતી હોવાનું અવાર નવાર ધ્યાને આવતું હોય છે. આમ કરવાથી અન્ય વાહનોને પસાર થવામાં મુશ્કેલી પણ પડતી જોવા મળે છે. આવી જ રીતે બુલેટ ચાલકો બાઇકમાંથી મોટો અવાજ આવે તે માટે મોડીફાય કરેલું સાયલેન્સર લગાવતા હોય છે. જેને લઇને રસ્તા પર રોલો પાડી શકાય. સાથે જ ચાલુ બુલેટમાં ફટાકડો ફોડી શકાય તેવો અવાજ કાઢવા માટેનું ડિવાઇઝ પણ લગાડવામાં આવે છે. પરંતુ બુલેટ ધારકોના આ પ્રયાસ અન્ય વાહન ચાલકે માટે ધ્વનિ પ્રદુષણ બની જતું હોય છે. આમ, રીક્ષા અને બુલેટ ચાલકો અન્ય માટે પરેશાની ઉભી કરતા હોય છે. જેની સામે હવે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનું પાલન નહિ કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરી છે.

આડેધડ પાર્કિંગ નહિ કરવા માટે સમજાવ્યા

વિતેલા કેટલાક દિવસોમાં ટ્રાફિક પોલીસ દ્વારા 100 જેટલી બેફામ રીક્ષા અને 50 જેટલા મોટો અવાજ કરનારા બુલેટ ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તમામ વાહનોને ડિટેઇન કરીને તેમને આરટીઓ મેમો આપવામાં આવ્યો છે. જેને લઇને હવે બેદકરારોમાં ભારે ફફડાટ પેંસી જવા પામ્યો છે. આ તકે પશ્ચિમ ઝોનના ટ્રાફિક એસીપી જણાવે છે કે, અમે રીક્ષા યુનિયનના આગેવાનો સાથે બેઠક કરીને આડેધડ પાર્કિંગ નહિ કરવા માટે સમજાવ્યા હતા. પરંતુ રીક્ષા ચાલકો ન માનતા આખરે તેમની સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

કામગીરીની ચોતરફ સરાહના

અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રાફિક પોલીસની કાર્યવાહીને લોકો તરફથી વધાવી લેવામાં આવી છે. અને તેમની કામગીરીની ચોતરફ સરાહના થઇ રહી છે. તો બીજી તરફ આ પ્રકારનું કામ કરતા તત્વોમાં ડર પેંસી જવા પામ્યો છે. લોકમાંગ અનુસાર, આ કામગીરી લાંબો સમય ચાલશે તો જ યોગ્ય પરીમાણ મળી શકે છે.

આ પણ વાંચો — VADODARA : નશામાં ધૂત મિત્રની હત્યા બાદ લૂંટેલા ઘરેણા પર લોન લેવાઇ