Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : SSG ના સર્જિકલ ICU માં ઓક્સિજનનો પુરવઠો ખોરવાતા જીવ તાળવે ચોંટ્યા

03:49 PM Apr 06, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL) ના સર્જિકલ આઇસીયુ (SURGICAL ICU) વોર્ડમાં 15 મિનિટ જેટલા સમયગાળા માટે ઓક્સિજનનો પુરવઠો ખોરવાતા દર્દીઓ અને હોસ્પિટલ તંત્રના જીવ તાળવે ચોંટ્યાની ઘટના સામે આવી છે. સ્ટાફ દ્વારા મીડિયાને જણાવાયું કે, ઓક્સિજનની સેન્ટ્રલ લાઇનમાં જેસીબી અડી જતા ગંભીર અવ્યવસ્થા સર્જાઇ હતી. અને આ ટાણે દર્દીઓને કોઇ મુશ્કેલી ન પડે તે માટે ઓક્સિજન સિલિન્ડર અને વેઇન્સ આપવામાં આવ્યા હતા.

સારવાર લઇ રહેલા દર્દીઓના જીવને જોખમ ઉભુ થયું

મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી વડોદરામાં આવેલી છે. આ હોસ્પિટલમાં માત્ર વડોદરામાંથી જ નહિ પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર અર્થે આવે છે. અનેક કારણોસર હોસ્પિટલ ચર્ચામાં રહે છે. ત્યારે આજે હોસ્પિટલમાં અતિ ગંભીર કહી શકાય તેવી બેદરકારી સામે આવી છે. આજે એસએસજી હોસ્પિટલના સર્જિકલ ICU વોર્ડમાં અચાનક ઓક્સિજનનો પુરવઠો ખોરવાયો હતો. જેને લઇને ક્રિટીકલ હાલતમાં સારવાર લઇ રહેલા દર્દીઓના જીવને જોખમ ઉભુ થાય તેવી સ્થિતીનું સર્જન થયું હતું. આ અંગે જાણતા દર્દીઓના પરિજનોનો શ્વાસ અદ્ધર થઇ ગયા હતા.

સ્થિતી 15 મિનિટ જેટલી ચાલી

સમગ્ર ઘટનાને લઇને હોસ્પિટલ સ્ટાફે મીડિયાને જણાવ્યું કે, લાઇન લિકેજ હોવાના કારણે સ્થિતી સર્જાઇ છે. ઓક્સિજનની સેન્ટ્રલ લાઇનમાં જેસીબી અડી જવાના કારણે પુરવઠો ખોરવાયો હતો. આ સ્થિતી 15 મિનિટ જેટલી ચાલી હતી. કટોકટી સમયે દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર અને વેઇન્સ આપવામાં આવી હતી.

સ્ટાફ સતર્ક બની મદદમાં હાજર

અત્રે નોંધનીય છે કે, ઓક્સિજનનો પુરવઠો ખોરવાયો તે સમયે પ્રત્યેક દર્દીઓની પડખે હોસ્પિટલનો સ્ટાફ હતો. તેમને ઓક્સિજન પુરો પાડી શકાય તે મા્ટે તેઓ સતર્ક રહીને કામ કરી રહ્યા હતા. દર્દીઓના સગા પણ સ્થળ પર હાજર હતા. આ સમયે ડોક્ટરો પણ સતર્ક રહીને તમામ દર્દીઓની સ્થિતી પર નજર રાખી રહ્યા હતા. ઓક્સિજનનો પુરવઠો ખોરવાયો તે ઘટનામાં કોઇ જાનહાની અંગે માહિતી પ્રાપ્ત થઇ શકી નથી.

આ પણ વાંચો — VADODARA : મરી માતાના ખાંચામાં ટ્રાફિકની સમસ્યા દુર કરવા પોલીસની એન્ટ્રી