Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : SSG હોસ્પિટલમાં માનવ સ્ટ્રેચરનો જ ભરોસો

02:53 PM Mar 14, 2024 | PARTH PANDYA

VADODARA : મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL) માં માનવ સ્ટ્રેચરનો ભરોસો હોય તેવી સ્થિતી સામે આવી છે. દર્દીને તેના સગા દ્વારા હોસ્પિટલની બહાર લાવવા માટે ટીંગાટોળી કરવી પડી હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્ટ્રેચરના અભાવે દર્દીને આ રીતે લવાતા હોસ્પિટલ તંત્રની આબરૂનું ધોવાણ થવા પામ્યું છે.

ન્યુ સર્જીકલ વોર્ડમાંથી દર્દીને માનવ સ્ટ્રેચરમાં બહાર લાવવામાં આવ્યો

વડોદરા (VADODARA) માં મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં માત્ર વડોદરા, ગુજરાત જ નહિ પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લોકો સારવાર અર્થે આવતા હોય છે. પરંતુ અસુવિધાઓના કારણે હોસ્પિટલ અવાર-નવાર ચર્ચામાં રહે છે. આજરોજ એસએસજી હોસ્પિટલસના ન્યુ સર્જીકલ વોર્ડમાંથી દર્દીને માનવ સ્ટ્રેચરમાં બહાર લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્રણ તરફથી દર્દીને પકડી રાખી તેની ટીંગાટોળી કરીને તેને હોસ્પિટલમાંથી ગાડીમાં મુકવામાં આવી રહ્યો છે. દર્દીની તબિયત વધારે નાદુરસ્ત હોવાથી તે ચાલી શકવાની સ્થિતીમાં પણ ન હોતો.

સામાન્ય સુવિધાઓનો પણ અભાવ હોય

હોસ્પિટલમાં કોઇ દર્દીને ચાલી શકવાની સ્થિતીમાં ન હોય ત્યારે તેને હોસ્પિટલમાં સ્ટ્રેચર પર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવામાં આવે છે. પરંતુ એસએસજી હોસ્પિટલમાં આવી સામાન્ય સુવિધાઓનો પણ અભાવ હોય તેવું ચિત્ર આજે સ્પષ્ટ થવા જઇ રહ્યું છે. એસએસજી હોસ્પિટલમાં દર્દીઓ માટે નવી નવી સુવિધાઓ સમયાંતરે ઉમેરવામાં આવતી હોય છે. ત્યારે પાયાની જરૂરિયાતોનો અભાવ કેમ સર્જાય છે તે સમજવું મુશ્કેલ છે.

મેનેજમેન્ટની પણ એક સર્જરી થવી જોઇએ

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એસએસજી હોસ્પિટલના કોલ્ડ઼રૂમના મોટાભાગના બેરેક બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. તે બાદ હોસ્પિટલની લિફ્ટ બંધ હોવાના કારણે દર્દીઓના સ્ટ્રેચરની લાઇનો લિફ્ટ બહાર પડી હતી. આ લાઇનોમાં કેટલાક દર્દીના મોંઢે તો ઓક્સિજન માસ્ક પણ લગાડવામાં આવ્યા હતા. આ તમામ પરિસ્થીતીઓ જોતા એસએસજી હોસ્પિટલમાં તમામ સુવિધાઓ દર્દીઓને સમયસર મળી રહે તે માટે મેનેજમેન્ટની પણ એક સર્જરી થવી જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો —VADODARA : શહેરના જૂના મોબાઇલ માર્કેટમાં પાલિકાનો સરવે