Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : MLA સહિત અધિકારીઓની ટ્રેક્ટર સવારી ગામે-ગામ પહોંચી

01:08 PM Jul 27, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) પાસે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇમાનદારે (BJP MLA KETAN INAMDAR) તેમના વિસ્તારમાં વરસાદી પાણી ઓસરવાનું શરૂ થતા અધિકારીઓને સાથે રાખીને ટ્રેક્ટર સવારી કરી છે. તેઓ અલગ અલગ ગામોમાં જઇને સ્થિતીનો તાગ મેળવી રહ્યા છે. ધારાસભ્ય કેતન ઇનામદાર સાથે સ્થિતીનું નિરીક્ષણ કરવામાં ટીડીઓ અને મામલતદાર પણ જોડાયા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, અત્યાત સુધી પાણી ભરાયેલા હતા ત્યારે કોઇ ખબર કાઢવા ફરક્યુ ન્હતું. હવે પાણી ઓસરવાના શરૂ થતા ધારાસભ્ય સહિત તમામ આવ્યા છે.

અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા

વડોદરામાં 22, જુલાઇના રોજ અવિરત વરસાદ વરસાના કારણે જળાશયો છલકાાય હતા. જળાશયો છલકાતા શહેરના નીચાણવાળા વિસ્તારો તેમજ જિલ્લાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા. જિલ્લામાં ખાસ કરીને સાવલીના પિપોલ, અલીન્દ્રા, ખોખર સહિત અનેક ગામોની સ્થિતી કફોડી બની હતી. ત્યારે આજે પાણી ઓસરવાના શરૂ થયા છે. ત્યારે ધારાસભ્ય કેતન ઇનામદાર તથા ટીડીઓ અને મામલતદારને લઇને ટ્રેક્ટર પર સવાર થઇ ગામેગામ પહોંચી રહ્યા છે. અને સ્થિતીનું નિરીક્ષણ કરી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, પાણી ફરી વળવાના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા. તે ગામોમાં ધારાસભ્ય તથા અન્ય જઇને લોકોને મળી રહ્યા છે.

કોઇ ફરક્યુ ન્હતું

ધારાસભ્યો દ્વારા અધિકારીઓને સાથે રાખીને સ્થિતી અંગે જાત તપાસ કરવામાં આવી રહી છે. લોકોને ધારાસભ્યનો આ અંદાજ પસંદ આવી રહ્યો છે. તો બીજી તરફ અંદરોઅંદર ગણગણાટ છે કે, જ્યારે ગામમાં પાણી ફરી વળ્યા હતા. ત્યારે આ લોકો ક્યાં હતા ? જે સમયે ખરેખર લોકોને મદદની જરૂર હતી, ત્યારે કોઇ ફરક્યુ ન્હતું. નિરીક્ષણ કરવા પહોંચેલા ધારાસભ્ય તથા અધિકારીઓ દ્વારા તમામ પ્રકારની મદદ અને રાહત સામગ્રી પહોંચાડવા માટેની બાંહેધારી આપવામાં આવી છે. હવે ધારાસભ્ય ખુબ અધિકારીઓને સાથે રાખીનો પહોંચ્યા છે, ત્યારે એ જોવાનું રહ્યું કે, કેટલા સમયમાં અસરગ્રસ્ત લોકોને મદદ પહોંચે છે. કે પછી તેમાં તારીખ પે તારીખ જેવો ઘાટ થાય છે !

આ પણ વાંચો —  VADODARA : અલકાપુરી ગરનાળુ પુન: શરૂ, વાહનચાલકોને હાશકારો