+

VADODARA : બફાટ કરતા સ્વામીને સનાતની સંતનો જડબાતોડ જવાબ

VADODARA : તાજેતરમાં સ્વામીનારાયણ સંત સાધુ અનુપમ સ્વરૂપ સ્વામીએ (Swaminarayan Saint Disputed Statement) નવરાત્રીને લવરાત્રી અને 9 દિવસના નાઇટ ફેશન શો તરીકે વર્ણવતા ભારે વિવિદ થવા પામ્યો છે. ત્યારે હવે…

VADODARA : તાજેતરમાં સ્વામીનારાયણ સંત સાધુ અનુપમ સ્વરૂપ સ્વામીએ (Swaminarayan Saint Disputed Statement) નવરાત્રીને લવરાત્રી અને 9 દિવસના નાઇટ ફેશન શો તરીકે વર્ણવતા ભારે વિવિદ થવા પામ્યો છે. ત્યારે હવે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી સામે વડોદરા (VADODARA) ના સનાતની સંતે બાંયો ચઢાવી છે. અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ વાસનાયુક્ત નજર ધરાવતા સતત કુકર્મ કરવા ટેવાયેલા લોકો ધર્મની તોહીન કરે છે. તેઓ ધર્મના આતંકવાદીઓ છે, તેઓ સમાજમાં સામાજીક આતંકવાદ ફેલાવે છે.

સ્વામીનારાયણ સંત સાધુ અનુપમ સ્વરૂપ સ્વામી

સ્વામીનારાયણ સંત સાધુ અનુપમ સ્વરૂપ સ્વામી

લવરાત્રી અને 9 દિવસના નાઇટ ફેશન શો

સ્વામીનારાયણ સ્વામી અને સંતો દ્વારા અગાઉ પણ અનેક વખત બફટના કિસ્સાઓ સામે આવ્યા છે. જેને લઇને લોકોએ તેમનાથી નારાજ થવું પડ્યું છે. આટઆટલી ઘટનાઓ બાદ પણ આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. તાજેતરમાં ગુજરાત સહિત દેશભરમાં નવરાત્રીની ઉજવણી ચાલી રહી છે. ત્યારે સ્વામીનારાયણ સંત સાધુ અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રીને લવરાત્રી અને 9 દિવસના નાઇટ ફેશન શો તરીકે વર્ણવતા ભારે વિવિદ થવા પામ્યો છે. જેના વિરોધમાં વડોદરાના સનાતની સંત જ્યોતિર્નાથ બાબા આવ્યા છે. અને આકરા શબ્દોમાં સ્વામીની ઝાટકણી કાઢી છે.

સનાતન ધર્મના સંત જ્યોર્તિનાથ બાબા

સનાતન ધર્મના સંત જ્યોર્તિનાથ બાબા

તેમની પ્રવૃત્તિઓ છે તે દુનિયા જાણે છે

સનાતન ધર્મના સંત જ્યોર્તિનાથ બાબા એ જણાવ્યું કે, એક સ્વામીનારાયણ સંત દ્વારા જે નિવેદન ગરબા માટે થયું છે તે સહેજ પણ યોગ્ય નથી. તેનો હું વિરોધ કરું છું. નવલી નવરાત્રીના દિવસો માતાની આરાધના કરવાના દિવસો છે. ત્યારે દિકરીઓને જેમના દિમાગમાં જ ખોટા કૃત્ય ભરેલા છે તેઓનું દેવી દેવતાઓનું અપમાન કરવાનું, દિકરીઓનું અપમાન કરવાનું, તેમના આત્માની વાત બહાર લાવે છે. કારણ તેમની પ્રવૃત્તિઓ છે તે દુનિયા જાણે છે, મારે કંઇ કહેવાનું નથી.

તેઓ ધર્મના આતંકવાદીઓ છે

વધુમાં તેમણે જણાવ્યું કે, હું સનાતનની વાત કરું તો, જગતની દરેક સ્ત્રી માતા છે. નવલી નવરાત્રીમાંં તેનું પુજન થાય છે, કુંવારિકાનું પુજન થાય છે, ત્યારે આ કૃત્ય સાખી લેવાય તેમ નથી. અને આ વાસનાયુક્ત નજર ધરાવતા સતત કુકર્મ કરવા ટેવાયેલા લોકો ધર્મની તોહીન કરે છે. તેઓ ધર્મના આતંકવાદીઓ છે, તેઓ સમાજમાં સામાજીક આતંકવાદ ફેલાવે છે. ક્યાંક સનાતનની વિપરીત વાતો છે. આવાને સાધુ કહેવું તે પણ ખોટું છે. આવા આપણા બારણે આવે તો કાઢી મુકવા જોઇએ.

આ પણ વાંચો — VADODARA : બબાલ રોકવા જતા પોલીસ જવાનની વર્ધીના બટન તોડ્યા, મહિલાએ ના કરવાનું કર્યું

Whatsapp share
facebook twitter