Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરીંગ કંપની પર રેન્સમવેર સાયબર એટેક

10:49 AM Mar 22, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (Vadodara) પાસે આવેલી પોલીકેબ પ્રા. લિ. (Polycab India Ltd) કંપનીના ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી નેટવર્ક અને સિસ્ટમ પર રેન્સમવેર (Ransomware) સાયબર એટેક થયો છે. કંપની દ્વારા આ મોટા સાયબર એટેકમાં સંવેદનશીલ માહિતી સુરક્ષીત હોવાનું જણાવવામાં આવ્યું છે. રેન્સમવેર (Ransomware) સાયબર એટેક સૌથી ઘાતકી ઓનલાઇન એટેક પૈકી ગણવામાં આવે છે. એક વખત રેન્સમવેર એટેક થાય તો પછી તે સિસ્ટમને લોક કરી દે છે, એક રીતે બંધક બનાવી દે છે. પછી સાયબર માફિયાઓની માંગણી પૂર્ણ થયા બાદ જ તેમાંથી મુક્તિ મળે છે.

સિસ્ટમ સુરક્ષિત છે

વડોદરા પાસે હાલોલમાં પોલીકેબ પ્રાઇવેટ લિમીટેડ (Polycab India Ltd) કંપની આવેલી છે. આ કંપની દ્વારા કેબલ વાયરોથી લઇને પંખા, લાઇટ જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું મેન્યુફેક્ચરીંગ કરવામાં આવે છે. તાજેતરમાં કંપની દ્વારા બીએસઇ બોર્ડમાં પત્ર લખીને જાણ કરી છે કે, 17 માર્ચના રોજ કંપનીના ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીના નેટવર્ક પર રેન્સમવેર એટેક (Ransomware Attack) થયો છે.આ એટેકના કારણે કંપનીની મહત્વના સંવેદનશીલ માહિતી અને સિસ્ટમ સુરક્ષિત છે. હાલ કંપની ચાલુ છે. અને રેન્સમવેર એટેક સામે નિષ્ણાંતોની મદદથી સ્થિતી સુધારવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

રેન્સમવેર (Ransomware) શું હોય છે

સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકર જણાવે છે કે, રેન્સમ એટલે ખંડણી. સાયબર માફિયાઓ દ્વારા મોટી કંપનીઓને રેન્સમવેર (Ransomware) થકી શિકાર બનાવવામાં આવે છે. રેન્સમ વેર થકી કંપનીઓની સિસ્ટમમાં પ્રવેશી અગત્યના ડેટા પર કંટ્રોલ મેળવી તેને લોક કરી દેવામાં આવે છે. જેની અવેજમાં કંપની પાસેથી પૈસા અથવા બિટકોઇનની માંગણી કરવામાં આવે છે. જો તેમ ન કરે તો ડેટાનું નુકશાન પહોંચાડવામાં આવે છે.

ડેટા એકત્ર કર્યા બાદ શું થાય

મયુર ભુસાવળકર જણાવે છે કે, કંપની દ્વારા રોજ અપડેટ થતી ફાઇલોને રેન્સમવેર થકી લોક કરી દેવામાં આવે છે. અને તેનો કબ્જો કોઇ ત્રીજી વ્યક્તિ પાસે પહોંચી જાય છે. આવા સંજોગોમાં કંપનીના મહત્વના ડેટા પ્રતિસ્પર્ધી કંપનીને અથવા તો ડાર્ક વેબ પર વેચી તેમાંથી પૈસા મેળવાય છે.

શુ કાળજી રાખવી જોઇએ

મયુર ભુસાવળકર જણાવે છે કે, રેન્સમવેર જેવા ઘાતકી હુમલાથી બચવા માટે નેટવર્ક સિક્ટોરીટીનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. સિસ્ટમમાં આવતા ટ્રાફિકને ખાસ મોનીટર કરવું જરૂરી છે. ફાઇલ ડાઉનલોડ કરતા સમયે લાયસન્સ ધરાવતા એન્ટિવાયરસ અને અન્ટી માલવેર થકી પ્રથમ સ્કેન કરવું જોઇએ. પછી જ આગળ વધવું જોઇએ. સાથે જ જે ફાઇલો રોજબરોજ ઉપયોગમાં લેવાતી હોય તેનું સુરક્ષિત બેકઅપ લઇ લેવું જોઇએ. સાથે જ સમયાંતરે આઇટી નેટવર્કનું સિક્ટોરીટી ઓડિટ કરવું જોઇએ. સાથે જ જંક મેલ અને સ્પામ મેલથી દુર રહેવું જોઇએ.

કેવા ચાલાક હોય છે સાયબર માફિયા

મયુર ભુસાવળકર જણાવે છે કે, સાયબર માફિયા ડાર્ક વેબ થકી રેનસમવેરનું પેકેજ લેતા હોય છે. રેન્સમવેર એટેક કરી તેઓ કંપનીના મહત્વના ડેટાને એન્ક્રીપ્ટેડ કરી નાંખે છે, એટલે તેના પર કાબુ મેળવી લે છે. પછી તેને ડિક્રિપ્ટ એટલેકે મુક્ત કરવા માટે પૈસા અથવા બિટકોઇનની માંગણી કરવામાં આવે છે. ડિક્રિપ્ટ કરવા માટે કી નો ઉપયોગ કરવાનો હોય છે. પરંતુ કેટલીક વખત આ ડિક્રિપ્શન કી તેમની પાસે પણ હોતી નથી. એટલે કંપનીએ પૈસા અને ડેટા બંને ગુમાવવાનો વારો પણ આવતો હોય છે.

આ પણ વાંચો — Bharuch : ભરૂચમાં મહાદેવ મંદિરને સળગાવવાનો પ્રયાસ, ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ