+

VADODARA : PM મોદીના રોડ-શોની તડામાર તૈયારીઓ, અઢી કિમીના રૂટમાં આકર્ષણો ઉભા કરાશે

VADODARA : 28 ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA BHAI MODI) વડોદરા (VADODARA) ની મુલાકાતે આવનાર છે. તેમની સાથે સ્પેનના વડાપ્રધાન પણ આવશે. પીએમ મોદીના (PM MODI) હસ્તે…

VADODARA : 28 ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA BHAI MODI) વડોદરા (VADODARA) ની મુલાકાતે આવનાર છે. તેમની સાથે સ્પેનના વડાપ્રધાન પણ આવશે. પીએમ મોદીના (PM MODI) હસ્તે વડોદરામાં તૈયાર કરાયેલા ટાટા એરબસ એસેમ્બલીના પ્લાન્ટનું (TATA AIRBUS PLANT – VADODARA) ઉદ્ધાટન કરશે. ત્યાર બાદ બંને દેશના વડાપ્રધાન અને ડેલીગે્ટસ વડોદરાના રાજવી પરિવારના લક્ષ્મીવિલાસ પેલેસની મુલાકાતે જનાર છે. દરમિયાન આગમન સ્થળથી પ્લાન્ટ સુધી બંને દેશના પીએમ રોડ શો યોજશે. આ રોડ શો લગભગ દોઢ કિમી જેટલો હશે. અને તેમાં વિવિધ પ્રકારના આકર્ષણોનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે.

આકર્ષણો ઉભા કરવા માટેની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલુ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની મુલાકાતના પગલે શહેરને શણગારવામાં આવી રહ્યું છે. શહેરવાસીઓએ ક્યારે ના જોઇ હોય તેવી ઝડપથી વિવિધ કાર્યો હાથમાં લઇને પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન ભારત અને સ્પેનના વડાપ્રધાન વડોદરા એરપોર્ટથી ટાટા એસેમ્બલી પ્લાન્ટ સુધીના રૂટ પર રોડ શો કરવાના હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ અઢી કિમીના રૂટ પર વિવિધ પ્રકારના આકર્ષણો ઉભા કરવા માટેની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

અનેક આકર્ષણો રંગ જમાવશે

સુત્રોના જણાવ્યા અનુસાર, આ રૂટ પર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું મોટું 35 ફૂટ જેટલી ઉંચાઇના કટાઉટ, હાઇડ્રોજન બલુન, સાંસ્કૃતિક ઝાંખી સાથે સેલ્ફી પોઇન્ટ, બંને દેશોના વડાપ્રધાનને આવકારતા મોટા પોસ્ટર-હોર્ડિંગ્સ, રૂટ પર રંગબેરંગી આકર્ષક તોરણ, વિવિધ સ્ટેજ પરથી વડાપ્રધાનને આવકાર, સ્પેશિયલ બેરીકેટિંગ, દિપાવલીની શુભકામનાઓ આપતા કટાઉટ અઢી કિમી સુધી જોવા મળે તો નવાઇ નહીં.

સુવિધાઓ-તૈયારીઓની માહિતી મેળવી

આ તૈયારીઓ વચ્ચે આજે વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની ટીમ વડોદરા ખાતે આવી પહોંચી છે. ટીમે વડાપ્રધાનના કાર્યક્રમ સ્થળ તથા અન્ય જગ્યાઓની મુલાકાત લઇને સુવિધાઓ-તૈયારીઓની માહિતી મેળવી છે. વિદેશના પીએમ પણ આવનાર હોવાથી વિશેષ ટીમ આજે વડોદરામાં આવી હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

આ પણ વાંચો — VADODARA : તહેવાર સમયે પોલીસનું વ્યાપક લોકજાગૃતિ અભિયાન, વેપારી એસો.નો ટોણો

Whatsapp share
facebook twitter