Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

VADODARA : મેનેજરનો મોબાઇલ શોપમાં મોટો હાથફેરો

04:29 PM Mar 30, 2024 | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) ના અક્ષરચોક વિસ્તારમાં આવેલી મોબાઇલ શોપમાં મેનેજરો મોટો હાથ ફેરો કર્યો હોવાનો મામલો જેપી રોડ પોલીસ મથક પહોંચ્યો છે. મેનેજરે માલિકની જાણ બહાર મોંઘાદાટ ફોન અને એસેસરીઝ સગેવગે કરી હતી. હેડ ઓફિસથી આ અંગેની જાણ થતા ઓડિય શરૂ કરવામાં આવી હતી. જેમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ સગેવગે કરવામાં આવ્યો હોવાનું જણાઇ આવ્યું હતું. આખરે ઉપરોક્ત મામલે જે પી રોડ પોલીસ મથકમાં આરોપી મેનેજર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

2021 માં ફોનવાલે કંપની સાથે કરાર કરીને અક્ષરચોક ખાતે દુકાન ચાલુ કરી

જે.પી. રોડ પોલીસ મથકમાં જીગર ડાહ્યાભાઇ પટેલ (ઉં. 34) (રહે. સનરાઇઝ બંગ્લો, સમા-સાવલી રોડ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ અક્ષરચોક અને પ્રતાપનગરમાં ફોનવાલે નામથી ઇલેક્ટ્રોનિક્સની દુકાન ચલાવે છે. વર્ષ 2021 માં ફોનવાલે કંપની સાથે કરાર કરીને અક્ષરચોક ખાતે દુકાન ચાલુ કરી હતી. દુકાનના સ્ટોર મેનેજર તરીકે ધવલ કિશોરકુમાર જોષી (રહે. સુર્યોદય પાર્ક, ટીબી હોસ્પિટલ પાછળ, ગોત્રી રોડ) ને જાન્યુઆરી – 2022 થી નોકરી પર રાખ્યો હતો. તેનું કામ સ્ટોક મેન્ટેન, સ્ટોક મંગાવવાનું, કસ્ટમરના બીલ બનાવવાનું અને રોજના વકરાને બેંકમાં જમા કરાવવાનું હતું.

મોબાઇલ ખોટી રીતે લોનથી વેચ્યા હોવાનું ધ્યાને આવ્યું

જાન્યુઆરી – 2024 માં હેડ ઓફિસથી જાણ થઇ કે, શોપમાંથી ત્રણ મોબાઇલનું લોનથી વેચાણ થયું છે. પરંતુ તેના પૈસા એકાઉન્ટમાં જમા થયા નથી. જે બાદ દુકાનમાં ફાઇનાન્સ નું કામ કરતા બે લોકો પાસેથી જાણ્યું કે, દુકાનમાં એવા 7 મોબાઇલ છે. જેની હકીકતમાં લોન થઇ નથી. પરંતુ મેનેજર દ્વારા લોનના આધારે મોબાઇલ વેચાણ કર્યું હોવાનું કંપનીને જણાવ્યું છે. આ રીતે રૂ. 5.25 લાખના મોબાઇલ ખોટી રીતે લોનથી વેચ્યા હોવાનું ધ્યાને આવ્યું હતું.

રૂ. 26.84 લાખની કિંમતનો મુદ્દામાલ સગેવગે

આ ઘટના બાદ મેનેજર પર વધુ શંકા જતા હિસાબોનું ઓડિટ કતરવામાં આવ્યું હતું. તેમાં જાણવા મળ્યું કે, 39 ફોનનું કોઇ બિલ બન્યું નથી. અને વેચાણ પણ થયું નથી. અને આ મોબાઇલ શોપમાં પણ મળી આવ્યા નથી. જેની કિંમત રૂ. 18.91 લાખ થવા પામે છે. આ સાથે જ એસેસરીઝમાં પણ ગફલેબાજી પકડાઇ હતી. મેનેજરે રૂ. 22 હજાર ઉપરાંતની એસેસરીઝનો પણ હિસાબ મળ્યો ન્હોતો. આખરે સંચાલકની જાણ બહાર રૂ. 26.84 લાખની કિંમતનો મુદ્દામાલ સગેવગે થતા ધવલ કિશોરકુમાર જોષી (રહે. સુર્યોદય પાર્ક, ટીબી હોસ્પિટલ પાછળ, ગોત્રી રોડ) સામે જેપી રોડ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો —VADODARA : લગ્નના એક મહિનામાં જ પતિની અન્ય છોકરીઓ સાથેની ઓનલાઇન ચેટ પકડાઇ